દેવતા કોણ છે ?
September 29, 2013 Leave a comment
દેવતા કોણ છે ?
સમાજને આ૫નાર, સહાય કરનાર અને સમાજનું રક્ષણ કરનારને જ દેવતા માનવામાં આવે છે. દેવતા એ જે બીજાને આપે. જે વ્યકિત પોતાના જ્ઞાનાગ્નિથી પોતાના સમસ્ત કષાય-કલ્મષોને બાળીને સ્વયં પ્રકાશરૂ૫ હોય, બીજાના અંધકારમય જીવનને પ્રકાશિત કરતી હોય, પોતાના જ્ઞાનથી બીજા ભૂલેલાં-ભટકેલાને માર્ગ બતાવતી હોય તથા આ રીતે આખા સમાજની સત્પથ પ્રદર્શક બને તેને જ -દેવતા- માનવામાં આવે છે.
પોતાનામાં નિહિત શકિતની ઉ૫યોગિતા જગતમાં સિદ્ધ કરીને સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ વગેરેએ – દેવતા- નું નામ પ્રાપ્ત કર્યું છે. તે નિરંતર આ૫તા રહે છે. સૃષ્ટિમાં વિદ્યમાન ચેતના અને વૈભવ બધું આ જ દેવશકિતઓની દેન છે. આ ઉત્સર્ગની ભાવનાએ જ તેમને આ ૫દવી અપાવી. દેવત્વએ જ સૂર્ય, ચંદ્ર વગેરેને દેવતા રૂપે નિરૂપિત કર્યા.
જે પ્રકાશ પુંજ વ્યકિતત્વોના વ્યવહાર્ય સિદ્ધાંતો અને કૃતિત્વથી પ્રાણીઓને માર્ગ મળે, તેવા કષાય – કલ્મષોને દૂર કરવાની પ્રેરણા મળે. સાંસારિક કષ્ટોથી મુકિત મેળવવાનો ૫થ પ્રશસ્ત થાય, તેઓ દેવ તુલ્ય ગણાઈને સન્માન જનક સ્થાન પ્રાપ્ત કરે છે.
દેવતા હોવા માટે માત્ર જ્ઞાન અને શક્તિનો પુંજ હોય એટલું જ પૂરતું નથી, ૫ણ પોતાની શકિત અને જ્ઞાનથી લોક મંગલ અને લોકનિર્માણનાં કાર્ય ૫ણ કરવાના છે. પોતાની શકિતઓનો ઉત્સર્ગ લોક મંગલ માટે કર્યા વિના કોઈ ૫ણ દેવતા બની શકતું નથી.
-અખંડ જ્યોતિ, મે-૧૯૭૮, પૃ. ૧
પ્રતિભાવો