મનોનિગ્રહ માટે ઉપાસનાની આવશ્યકતા

મનોનિગ્રહ માટે ઉપાસનાની આવશ્યકતા

કુસંસ્કારી મનને વિશુદ્ધ રીતે વન્ય ૫શુ માનીને ચાલવું જોઈએ. સામાન્ય રીતે તે અણઘડ જ હોય છે. નર-વાનરોનો, વન-માનુષોનો જ સમૂહ ચારે બાજુ ફરે છે. આજીવિકા ઉપાર્જન અને વ્યવહાર કુશળતાની દૃષ્ટિએ ભલેને તેને સારો-ખરાબ માની શકાય, મનનો સ્તર જોતા તો ત્યાં બાળક બુદ્ધિ અને ૫શુ -પ્રવૃત્તિનું જ સામ્રાજ્ય છવાયેલું દેખાય છે. આ સ્થિતિને પાર કરવી એ જ વ્યકિતત્વનો વિકાસ છે. મનસ્વી વ્યકિત જ મહત્વપૂર્ણ સફળતાઓ મેળવતી અને પોતાની ગૌરવ-ગરિમા પ્રમાણિત કરતી જોવા મળે છે. આત્મિક પ્રગતિની દિશામાં, ઉપાસના અભ્યાસમાં, સૌથી મોટો અવરોધ આ અઘડત મન દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે. તેની જ રોકથામ અને શિક્ષણ-દીક્ષા માટે અસંખ્ય સાધના વિધાનોની શોધ કરવામાં આવી છે.

જો ધૈર્ય, સાહસ અને સંકલ્પ પૂર્વક તેને અ૫નાવતા રહેવામાં આવે તો સમયાનુસાર સફળતા મળી જવાનું નિશ્ચિત છે. આતુર અને અધીર જ મુશ્કેલ કામ સ્ફૂર્તિથી કરવાની અપેક્ષા રાખે છે અને તેઓ જ થોડાક દિવસ થોડો ઘણો અભ્યાસ કરીને મન ન લાગવાનું બહાનું કાઢીને પોતાના પ્રયાસથી મોં ફેરવી લે છે. પાણીના ૫રપોટા જેવો ક્ષણિક ઉત્સાહ ક્યારેય મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાનો આધાર બની શકતો નથી. આવી અસ્થિર-ચિત્ત વ્યકિત ઉપાસના મહાન પ્રયોજનને ૫ણ પૂરું કરી શકતી નથી.

-અખંડ જ્યોતિ, મે-૧૯૭૮, પૃ. ૮

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: