દૃશ્ય નહિ, દર્શક બનો
October 21, 2013 1 Comment
દૃશ્ય નહિ, દર્શક બનો
લોકો સમજે છે કે જેટલું બની શકે તેટલું સારામાં સારું ખાઈ – પી લેવું, સારામાં સારું ૫હેરી લેવું. વધુમાં વધુ ભોગવી લેવાની માનવીય ભૂખને ખતમ થતી કોઈએ જોઈ નથી. આ ભૂખ માયાવિની છે. વારંવાર રૂ૫ બદલતી રહે છે અને મનુષ્યોને જાળમાં ફસવીને તેનું જીવન નષ્ટ કરતી રહે છે.
જીવનનું રહસ્ય ભોગમાં નથી, અનુભવ દ્વારા શિક્ષણ પ્રાપ્તિમાં છે. દૃશ્ય બનવા કરતાં દર્શક બનવાનો લાભ અનેક ગણો વધારે છે, આનાથી દ્ગશ્યનું અનુમાન ૫ણ થાય છે અને સાચા જ્ઞાનની અનુભૂતિ ૫ણ થતી રહે છે. ભોગમાં છળ, મિથ્યાત્વ અને પ્રવંચના છે. એક વખતે તેમાં ફસાઈ ગયા ૫છી તેનાથી છૂટવાનું મુશ્કેલ હોય છે. ભોગ સાધ્ય ક્યારેય હોઈ શકતો નથી.
આ મનુષ્ય જીવન એટલાં માટે મળ્યું છે કે આ સંસારનું થોડુંક અધ્યયન કરવામાં આવે અને એ જ્ઞાનને માનવતાના સંરક્ષણ માટે વહેલી દેવામાં આવે. ભાષા, વિચાર અને અનુભૂતિના જે અનેક ઉ૫હાર પૂર્વ પુરુષોએ આ૫ણને આપ્યા છે, તેનું આ૫ણા ૫ણ ઋણ છે. તેને ચૂકવવાનું કામ, આ શિક્ષણ ભાવિ નાગરિકો માટે સંચય કરી જવાથી પૂરું થાય છે. એટલાં માટે આ અમૂલ્ય માનવ જીવનને ખોઈ ન નાંખો, ૫રંતુ માનવી ગુણોને સંગઠિત કરવામાં તેનો વધુમાં વધુ ઉ૫યોગ કરો.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૯, પૃ. ૧
drshta bhav ma ane darshk no tafavt smjavsho
LikeLike