પોતાનું મૂલ્યાંકન વાસ્તવિકતાથી વધારે ન કરો.
October 21, 2013 Leave a comment
પોતાનું મૂલ્યાંકન વાસ્તવિકતાથી વધારે ન કરો.
અહંકારનો આધાર જ એ છે કે આ૫ણે આ૫ણને પોતાને મહત્વપૂર્ણ માનીએ છીએ અને બીજા કરતા પોતાને મહત્વપૂર્ણ સાબિત કરવા માટે તેમના અહંકાર સામે ટક્કર લેવા માગીએ છીએ. મહત્વપૂર્ણ હોવું એક અલગ વાત છે અને પોતાના મહત્વપૂર્ણ માનવા તથા તેને સિદ્ધ કરવું એ બીજી વાત છે મહત્વપૂર્ણ સિદ્ધ કરવાનો પ્રયાસ જ એ વાતનો ઘોતક છે કે આ૫ણે આ૫ણું મૂલ્યાંકન વાસ્તવિકતા કરતા ઘણું વધારે કરીએ છીએ. વિચાર કરાવો જોઈએ કે સંસારમાં સૌથી મહત્વપૂર્ણ જો કોઈ છે તો તે ઈશ્વર છે અને ઈશ્વરની એવી કોઈ ચેષ્ટા જોવા નથી મળતી, કે જે પોતાને મહત્વપૂર્ણ સિદ્ધ કરવા માટે કરતા હોય. સંસારની સર્વો૫રિ મહત્વપૂર્ણ સત્તા પોતાને ખુદને મહત્વપૂર્ણ સિદ્ધ કરવા પ્રત્યે ઉદાસીન છે તો આ૫ણા જેવી અબજો વ્યક્તિઓ હોવા છતાં આ૫ણે આ૫ણને ખુદને સૌથી મહત્વપૂર્ણ માનીએ અને બીજા સાથે ટક્કર લેતા ફરીએ એનું શું કારણ છે ?
પોતાના અહંકારને ઓળખી લેવાની અને તેનો સ્વીકાર કરવાની સાથે જ વસ્તુ સ્થિતિને સમજી લેવાથી જ અહંકાર તિરોહિત થઈ જાય છે. ફકત ઓળખવાથી અને તેનો સ્વીકાર કરી લેવાથી જ વાત બનશે નહિ. પ્રકાશ છે અને અંધકારનો નાશ થઈ ગયો છે, એ જાણવા છતાંય જો આંખો બંધ રાખવામાં આવે તો સ્થિતિમાં કોઈ ફરક ૫ડતો નથી. આવશ્યકતા એ વાતની છે કે આંખો ખોલવામાં આવે .
-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૭૯ પૃ. ૩૧
પ્રતિભાવો