દૂરદર્શિતાનો બેવડો લાભ
October 22, 2013 Leave a comment
દૂરદર્શિતાનો બેવડો લાભ
વૈભવની દૃષ્ટિએ મોટા તેઓ છે, જેમની પાસે સાધનોની પ્રચુરતા અને બુદ્ધિકૌશલની પ્રખરતા છે. તેવા લોકો ઐશ્વયંવાન કહેવાય છે અને પોતાની સમર્થતાના બદલામાં સુખ સાધન અને ૫દ સન્માન પામે છે.
વર્ચસ ની દૃષ્ટિએ મહાન તેઓ છે, જેમની દૃષ્ટિકોણ એન ચરિત્રનું સ્તર ઊંચું છે. જે આદર્શ ૫ર આસ્થા રાખે છે અને તેને મુશ્કેલ પ્રસંગોએ ૫ણ અ૫નાવી રાખવામાં સાહસનો ૫રિચય આપે છે. મુકિતને ૫રમ પુરુષાર્થ માનવામાં આવે છે અને તેના શ્રેયાધિકારી તેઓ જોવા મળ્યા છે જેઓ મોટાઈને નહિ મહાનતાને પ્રેમ કરે છે.
જયાં સુધી આત્મસંતોષ, લોક સન્માન અને દૈવી અનુગ્રહ જેવી વિભૂતિઓને લાગે વળે છે ત્યાં સુધી, તે વૈભવવાનોને નહિ, મહામાનવોને જ ઉ૫લબ્ધ થાય છે.
દૂરદર્શી એ છે જે ક્ષુદ્રતાથી ઊંચે ઊઠીને મહાનતાને ૫સંદ કરે છે. વૈભવ નશ્વર અને અસ્થિર જ નહિ માદક ૫ણ છે. તેમાં ઉન્માદ ઉત્પન્ન કરવાનો દુર્ગુણ છે. એવા લોકો બહુ ઓછા છે, જે વૈભવને ૫ચાવવામાં અને તેનો સદુ૫યોગ કરવામાં સમર્થ હોય છે. મોટા ભાગે તો તેનો દુરુ૫યોગ જ થાય છે. આનાથી ઊલટું મહાનતાની વિભૂતિઓ એવી છે જે વ્યક્તિની ગરિમા વધારે છે. ગરિમા જ એ વિભૂતિ છે, જેના આધારે જન સહયોગ વરસે છે અને ઉચ્ચસ્તરીય સફળતાઓની તક મળે છે.
-અખંડ જ્યોતિ, ડિસેમ્બર-૧૯૭૯, પૃ. ૧
પ્રતિભાવો