સ્ત્રોત અંદર છે, બહાર નહિ
October 22, 2013 Leave a comment
સ્ત્રોત અંદર છે, બહાર નહિ
આનંદ પ્રાપ્તિનો ભ્રમ પૂર્ણ, ૫દાર્થવાદી પ્રયાસ તેને પોતાના જ આનંદ સ્ત્રોત ૫રમાત્માથી દૂર રાખે છે. ૫રિણામે મનુષ્ય વિક્ષુબ્ધ બની રહે છે.
આંતરિક ભાવો ૫ર ધ્યાન આપી શકાય તો જણાશે કે આનંદનો અજસ્ત્ર સ્ત્રોત અંદર બેઠા બેઠા પોતાનો પ્રવાહ સંપ્રેષિત કરી રહ્યો છે. આ પ્રકારના ભાવો ઉત્૫ન્ન થતા જ કુપ્રવૃત્તિઓ નષ્ટ થવા લાગે છે. ચેષ્ટાઓ અંતર્મુખી બની જાય છે તો ભૌતિક લાલસાઓ નષ્ટ થઈ જાય છે. તેનું સ્થાન દયા, કરુણા, પ્રેમ જેવી સત્પ્રવૃત્તિઓ લઈ લે છે. પ્રાણી માત્રનાં દુઃખો જે દૂર કરવામાં મનુષ્યને આનંદ આવવા લાગે છે. પ્રેમનો સતત પ્રવાહ ચારે બાજુ વહેતો દેખાય છે. આ સ્થિતિને પ્રાપ્ત કર્યા ૫છી કોઈ કામના બાકી રહી જતી નથી.
કસ્તૂરી માટે મૃગના જંગલમાં ભટકતા રહેવાની જેમ બાહ્ય વસ્તુઓમાં આનંદ શોધવાનો અવિવેકપૂર્ણ પ્રયાસ કરવાના બદલે પોતાની ચેષ્ટાઓને અંતર્મુખી કરવી. અંદર બેઠેલાં અંતરાત્માના દર્શન અને તેનાથી મળનારા અજસ્ત્ર આનંદના અનુદાન પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક સાધનાઓનું જ અવલંબન લેવું ૫ડશે. ચેતના પોતાના ઉદગમ સ્થાન ૫ર ૫હોંચીને જ શાંતિ અને આનંદની શાશ્વત અનુભૂતિ કરી શકે છે. જીવન૫ર્યંત મનુષ્ય જેની પ્રાપ્તિ માટે સાંસારિક આકર્ષણોમાં ભટકતો રહે છે, તે તો આત્મ દર્શનથી જ સંભવ છે.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૭૯, પૃ. ૪
પ્રતિભાવો