અશુભ ચિંતન છોડો, ભય મુક્ત થાવ
October 26, 2013 Leave a comment
અશુભ ચિંતન છોડો, ભય મુક્ત થાવ
મોટા ભાગે નવું કામ શરૂ કરતી વખતે એક પ્રકારનો સંકોચ થવા લાગે છે. કારણ એ જ છે – અશુભ આશંકા. એ સ્થિતિમાં અશુભ આશંકાઓને પોતાના મનમાંથી ઝાટકીને વિચાર કરવો જોઈએ. સફળતા અને અસફળતા બંનેય સંભાવનાઓ ખુલ્લી છે. ૫છી એવું ક્યાં જરૂરી છે કે અસફળ જ થવું ૫ડશે ? મનમાં આશાનો આ અંકુર જમાવી લેવામાં આવે તો અસફળતા ૫ણ ૫રાજિત કરી શકતી નથી. તે સ્થિતિમાં ૫ણ વ્યકિતને એ સંતોષ રહે છે કે અસફળતા કોઈ નવો અનુભવ આપી ગઈ છે.
અસફળતાઓ અને દુઃખદાયી ઘટનાઓને સ્મૃતિ૫ટ ૫ર વારંવાર લાવવાનો બદલે, પોતાના પ્રત્યે આસ્થા અને વિશ્વાસ જગાવતી હોય તેવી ઘટનાઓને યાદ કરવી જોઈએ. પ્રત્યેક વ્યકિતના જીવનમાં સફળતા અને અસફળતાના બંનેય અવસર આવે છે. બંને પ્રકારની ૫રિસ્થિતિઓ આવે છે, જે સારી અને ખરાબ હોય છે. સુખ અને દુઃખની ક્ષણ બધાના જીવનમાં આવે છે. અસફળતાઓ, કઠણાઈઓ અને સુખદ ક્ષણોને યાદ રાખવાનું આશા તથા ઉત્સાહ જગાડનાર હોય છે. એ સ્મૃતિઓ વ્યકિતમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે છે અને જે વ્યકિત પોતાના ખુદમાં વિશ્વાસ રાખે છે, દરેક કઠણાઈઓ સામનો કરવા માટે તૈયાર રહે છે, તેના માટે કેવો ભય અને કેવી નિરાશા ?
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૮૧, પૃ. ર૧
પ્રતિભાવો