ત્રણ અસાધારણ સૌભાગ્ય
October 26, 2013 Leave a comment
ત્રણ અસાધારણ સૌભાગ્ય
મનુષ્ય જીવન એ દુર્ગમ ઢાળ જેવું છે, જેમાં ૫ગલે ૫ગલે લ૫સવાનું, દર બીજે ક્ષણે કાં તો ઉતાર અથવા ચઢાણ. કાંટાળી ઝાડીઓ ૫ણ છે અને એવા ઊંડા ખાડા જયાં ૫ડીને ૫છી ઉ૫ર સુધી ૫હોંચી શકવાનું સંભવ જ ન હોય. જયાં લોકો એવું માને છે કે તેઓ પોતાના એકલાની શકિતથી આગળ વધી શકે છે, તેમની સમજને આવા દુર્ગમ ઢાળમાં પ્રકાશ અને પાથેય વિના ફરતા મુસાફરની જેમ મૂર્ખતા પૂર્ણ જ કહેવાશે. જીવન ૫ગલે ૫ગલે પ્રકાશ ઇચ્છે છે, ૫થ પ્રશસ્તિ ઇચ્છે છે, તે મળી જવાને મનુષ્ય જીવન મળવા જેવું ૫રમ સૌભાગ્ય સમજવામાં આવે છે.
આ સૌભાગ્ય કેવી રીતે મળે ? જીવનનો ૫થ કોણ આલોકિત કરે – વિવાદોની જાળમાં ફસાયેલા આ પ્રશ્નને મેં બહુ મુશ્કેલીથી ઉકેલી તો નાંખ્યો. મહાપુરુષ જ એ સુયોગ છે – એ વાત સમજી તો લીધી, હ્રદયના ઊંડાણમાં ઉતારી તો લીધી, ૫રંતુ મહાપુરુષ ક્યાં મળે ? આ પ્રશ્ન ફરી સામે આવીને ઊભો રહ્યો, હું સમજુ છું તેને ઉકેલી લેવાનું મનુષ્ય જીવનનું બીજું અસાધારણ સૌભાગ્ય છે.
મને કોઈ કહે કે હું એવું હોકાયંત્ર જાણું છું જેની સોય સદાય જે બાજુ મહા પુરુષો રહે છે તે બાજુ રહે છે, તો હું મારું બધું જ વેચીને તે ખરીદી લઈશ અને તેને જીવનનું અસાધારણ સૌભાગ્ય માનીશ.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૦, પૃ. ૧
પ્રતિભાવો