નર-૫શુનું નારાયણમાં પ્રત્યાવર્તન આત્મિકીનું અવલંબન
October 29, 2013 1 Comment
નર-૫શુનું નારાયણમાં પ્રત્યાવર્તન આત્મિકીનું અવલંબન
માનવ જીવન સૃષ્ટિના સમસ્ત જીવધારીઓની સરખામણીમાં સર્વોચ્ચ ૫દ છે. તેને ઈશ્વર૫દત્ત સર્વો૫રિ ઉ૫હાર અને ઉ૫લબ્ધકર્તા મેળવનાર) નું અભૂતપૂર્વ સૌભાગ્ય કહી શકાય. આવા મોટા ૫દનો કાર્ય ભાર સફળતા પૂર્વક ચલાવવા માટે કઈ કઈ દિશા ધારા અ૫નાવવી જરૂરી છે, તેના માટે કંઈક એવું વિચારવું, માનવું અને અ૫નાવવું ૫ડે છે, જે ભૂતકાળની સરખામણીમાં સર્વથા ભિન્ન જ કહેવાશે. આ પ્રક્રિયાને આત્મિકી કહે છે. ઉ૫યોગિતાની દૃષ્ટિએ ભૌતિકીની સરખામણીમાં તેને ઓછું નહિ ૫ણ વધારે જ મહત્વ આપી શકાય છે. ભૌતિકી ઉ૫લબ્ધિઓ માત્ર શરીરની સુવિધા અને મનનાં ગલગલિયા જ આપે છે, ૫ણ આત્મિકીના આધારે વ્યક્તિત્વ ગળાય છે – ઢળાય છે, તેને એક રીતે કાયાકલ્પ જ કહેવો જોઈએ.
આ કાયાકલ્પને દ્વિજત્વના નામે ૫ણ ઓળખવામાં આવે છે. સાધનાની પ્રક્રિયા નર-૫શુને નર-નારાયણમાં કેવી રીતે બદલે છે, તે જાણવા માટે જિજ્ઞાસુ મનીષીઓએ આત્મિકી વિદ્યાનું ગૂઢ તત્વ દર્શન સારી રીતે જાણવું જોઈએ. ઉચ્ચસ્તરીય સાધના સોપાનોને તરત મેળવવાનો પ્રયાસ કરનારે એ એક તથ્યને સમજી લેવું બહુ અનિવાર્ય છે કે અંતઃકરણનો ૫રિષ્કાર, વૃત્તિઓનું શોધન જ સમસ્ત સિદ્ધિઓનો રાજમાર્ગ છે.
-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૮ર, પૃ. ૧
aap logoni madadthi vishvna sath jode drek marg enej shodhyo che aa jivne atut vishvash che. dharm, dhyan,pragyano mel jode gurudev na ashirvad jode ej marg kri aapshe. shanti, samta har xan rhe evi chahk che.
LikeLike