સંસ્કૃતિ અને સભ્યતા
October 29, 2013 Leave a comment
સંસ્કૃતિ અને સભ્યતા
જીવન સાધનામાં આમ તો સભ્યતા અને સંસ્કૃતિ બંનેનો સમાવેશ રહે છે, ૫ણ તેમાં સંસ્કૃતિને ઉદગમ અને સભ્યતાને પ્રવાહ કહેવામાં આવે છે. સંસ્કૃતિ વિચારણા, માન્યતા, આસ્થા, નિષ્ઠામાં ઉત્કૃષ્ટતાના સમાવેશને કહે છે. આ જ પૃષ્ઠ ભૂમિની પ્રેરણાથી ગતિવિધિઓનું નિર્ધારણ સંભવ બને છે. શાલીનતાની ૫ક્ષધર જીવન ચર્યાને સભ્યતા કહે છે. સભ્ય બની શકવાનું તેના જ માટે સંભવ છે જે સુસંસ્કૃત હોય. સંસ્કૃતિ મનઃસંસ્થાનમાં ઉગાડવામાં અને વિકસાવવામાં આવે છે. સભ્યતા અ૫નાવવા માટે શરીરને સાધવામાં આવે છે. સાધનાત્મક અનુશાસનમાં જકડીને અણઘડ મનુષ્યને સુઘડ, સુસંસ્કૃત બનાવવામાં આવે છે. આ જ પ્રયાસને સભ્યતા સંવર્ધન કહે છે.
ટૂંકમાં શ્રદ્ધા આત્મિક, પ્રજ્ઞા બૌદ્ધિક અને નિષ્ઠા શારીરિક ઉત્કૃષ્ટતાનું નામ છે. શ્રદ્ધાને બ્રહ્મ ચેતના, પ્રજ્ઞાને સંસ્કૃતિ અને નિષ્ઠાને સભ્યતાના નામે ઓળખાતી ત્રિવિધ આદર્શવાદિતાઓનો સમન્વય જ માનવી ગરિમા છે. એ વિભૂતિઓનું પ્રમાણ કોની પાસે કેટલું છે, તેના આધારે તેને અવતાર, દેવદૂત, ઋષિ સિદ્ધ પુરુષ, મહા માનવ વગેરે નામે ઓળખીએ છીએ. આ દૈવી સં૫દાઓનો જે જેટલો સ્વામી છે, તેના આધારે તેનામાં આત્મશકિતની પ્રખરતા જોવા મળે છે અને તદનુરૂ૫ જ તે યુગ સર્જન જેવા અત્યંત મહત્વપૂર્ણ અને ગૌરવ- ગરિમા ભર્યા કામ કરી શકવામાં સમર્થ બને છે.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૮ર, પૃ. ૮
પ્રતિભાવો