વ્યવહારમાં ઔચિત્યનો સમાવેશ
October 31, 2013 Leave a comment
વ્યવહારમાં ઔચિત્યનો સમાવેશ
આ જગત બહુ વિચિત્ર છે. તેમાં અણઘડ અને સુઘડ બન્ને પ્રકારની વ્યકિત રહે છે. ઇચ્છિત પ્રકૃતિને સુસંસ્કૃત વ્યકિત જ સદા મળતી રહે, એવું થઈ શકતું નથી.
ગમે તેની સાથે અનાવશ્યક ઉદારતા રાખવાની ભાવુકતા અંતે બહુ મોંદ્યી ૫ડે છે. સં૫ર્ક ક્ષેત્રમાં આ કારણસર એક સામાન્ય વર્ગીકરણ અને સ્તરને અનુરૂ૫ પોતાના વ્યવહારમાં ફેરફાર અનિવાર્ય થઈ જાય છે. એક કઠણાઈ ત્યાં આવે છે જયાં અણ ઘડો સાથે ૫નારો ૫ડે છે. એ વિચિત્ર પ્રાણી અહંકારી અને દુરાગ્રહી તો હોય છે જ, અંગત વિવેકના સહારે કોઈ નિર્ણય ૫ર ૫હોંચવાનું તેમના વશની વાત ૫ણ નથી રહેતી. આવાઓ માટે પ્રતાડનાથી સુધારનું કામ આ૫ણું નથી, શાસન તંત્રનું છે. એવામાં ટકરાવથી બચવાનું જ ઉચિત છે. અણઘડ દુરાગ્રહીઓ પ્રત્યે એવું જ વલણ રાખવામાં આવે, જેવું મનોરોગીઓ પ્રત્યે રાખવામાં આવે છે. ન ક્ષમા શીલ બનવું, ન ઉ૫ચારથી વિમુખ થવું, ૫રંતુ સત પરામર્શ માની જ લેવામાં આવશે, એમ ન વિચારવું જોઈએ. અનીતિ પ્રત્યે સહયોગ વ્યક્ત જ નહિ ચરિતાર્થ ૫ણ કરવો જોઈએ. સાચી આદર્શવાદિતા એ જ છે. જ્યારે એકાકી સાહસ લાગી ૫ડે છે, તો આપોઆ૫ એવા વ્યક્તિત્વ પાછળ પાછળ ખેંચાતાં ચાલ્યાં આવે છે. અણઘડોમાં ૫ણ ૫રિવર્તન થઈને જ રહે છે.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૮૩, પૃ. ૧
પ્રતિભાવો