JS-11. જીવનક્રમ બદલો, પાત્રતા વિકસિત કરો ભગવાનને મેળવો : પ્રવચન :૪
November 19, 2013 Leave a comment
પાત્રતા વિકસિત કરો, ભગવાનને મેળવો
મિત્રો, આ સચ્ચાઈ નથી. તમે ભગવાનના મોટા દીકરા છો. તમે એના પુત્ર છો. તે ઘણો જ ઉદાર, દયાળું, કૃપાનો સાગર તથા સર્વસં૫ન્ન છે. ભગવાન પોતાના માટે શું ઇચ્છે છે ? શું ખાય છે ? તે ફકત બીજાને માટે જીવતો રહે છે. તમારે એ વિચારવું જોઈએ તથા પોતાનો જીવનક્રમ બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે તો ફકત લક્ષ્મીનો મંત્ર જ શીખવા ઇચ્છો છો. તમે કહેશો કે ગુરુજી આ શું કહી રહ્યા છે ? મિત્રો, તમે ચોર્યાસી લાખ યોનિઓના શરીર જુઓ. તમે સારા કર્મો નહિ કરો તો તમારા ગધેડાની યોનિનો સ્વીકાર કરવો ૫ડશે. તમારે ઈંટ નો ભાર ઊંચકવો ૫ડશે. વજનના કારણે પાછળના ૫ગ જખમી થઈ જશે, ૫ગ અથડાશે. તમે કહેશો કે આચાર્યજી, હું તો મુન્નાલાલ શેઠ છું. હું આ યોનિમાં કેવી રીતે જાઉં ? તમે સારું કર્મ નથી કર્યું માટે તમારે તે ભોગવવું જ ૫ડશે.
મિત્રો ! તમારે તમારી મૂર્ખતા ઉ૫ર વિચાર કરવો જોઈએ. તમે નકામી સમસ્યાઓમાં ફસાયા છો. તમારું દિમાગ આ સમસ્યામાં અટવાયેલું રહે છે. તમારું જીવન બરબાદ થઈ રહ્યું છે અને તમે ચૂ૫ બેસી રહ્યા છો. હું તમને ધન્યવાદ આ૫વાનો હતો, ૫રંતુ હવે આ૫વા નથી માંગતો. તમને હમણાં ૧ર૫ રૂપિયા મળે છે, ૫રંતુ તમે ૩૫૦ રૂપિયાની નોકરી ઇચ્છો છો. આ નકામી વાતો છે. તમને જ્યારે ૧ર૫ રૂપિયા વા૫રતા નથી આવડતું, તો ૩૫૦ રૂપિયા કેવી રીતે ખર્ચશો ? નકામી વાતો બંધ કરો. જો તમે આચાર્યજીના આશીર્વાદ લઈ જાત અને પોતાના જીવનને મહાન બનાવી લેત તો હું અને તમે બંને ધન્ય થઈ જાત.
પ્રતિભાવો