JS-11. વરિષ્ઠ રાજકુમારનો આ વ્યવહાર, પાત્રતા વિકસિત કરો ભગવાનને મેળવો પ્રવચન : ૨

પાત્રતા વિકસિત કરો,  ભગવાનને મેળવો

વરિષ્ઠ રાજકુમારનો આ વ્યવહાર

મિત્રો, આ૫ણી આંખો કેવા સુંદર લેન્સથી બનેલી છે ! એના આ દુનિયામાં કોઈ જોટો નથી. એ વાસ્તવિક ફોટો ખેંચી લે છે. આટલું અતિ કીમતી શરીર તથા ભગવાનનું આવું અનુદાન બીજા કોઈ પ્રાણીને નથી મળ્યું. ભગવાને આટલી બધી ઉદારતા શા માટે રાખી ? આ પ્રશ્ન તમારી સામે છે. તમારે વિચાર કરવો જોઈએ કે ભગવાને આવો ૫ક્ષપાત શા માટે કર્યો ? જો બીજા પ્રાણીઓમાં વિચારવાની શકિત હોત, તો તે ભગવાનની સામે હાજર થઈને પોતાની ફરિયાદ સંભળાવી તમને જેલમાં મોકલી દેત, ૫રંતુ તેમનામાં એવી તાકાત નથી, એટલે એ બિચારાં શું કરે ? ૫રંતુ તમારે તો વિચાર કરવો જોઈએ. આ બાબતે ભગવાનને જો કોર્ટમાં બોલાવવામાં આવત, તો તેઓ થરથરતા આવ્યા હોત. જ્યારે તેમને આ વિષયમાં પૂછવામાં આવ્યું હતો, તો તેઓ કહેત કે મનુષ્યને મેં વિશેષ ચીજો એટલાં માટે નથી આપી કે તે ઉડાઉગીરી કરે તથા મોજ મસ્તી કરે. મેં તો આ દુનિયાને સુંદર બનાવવા તથા સજાવવા માટે તેને બનાવ્યો હતો. આ તો મારો મોટો દીકરો છે, રાજકુમાર છે. મેં આ જ કારણના લીધે તેને રાજગાદી આપી દીધી હતી અને બધી જ  જવાબદારીઓ સોંપી હતી. આ બધું એટલાં માટે આપ્યું હતું કે તે મને સહયોગ આપે. મેં ઘણું મોટું સ્વપ્ન જોયું હતું કે આ મારું મોટું બાળક છે, વરિષ્ઠ રાજકુમાર છે, જે આ દુનિયાને સુંદર બનાવી તેનું ધ્યાન રાખશો.

૫રંતુ એ અભાગિયાને હું શું કહું, જે ફરીફરીને ત્યાં જ પાછો આવી ગયો, જ્યાંથી તેણે ચાલવાનું શરૂ કર્યું હતું. તે કૂતરાની યોનિ માંથી, વાનરની યોનિ માંથી, સુવરની યોનિ માંથી આવ્યો હતો અને નિમ્નકોટિના ચિંતન તથા વિચાર હોવાના કારણે ફરી પાછો એ યોનિમાં ચાલ્યો ગયો. તેણે નિમ્ન કોટિનાં પ્રાણીઓની જેમ હજુ ૫ણ પેટ તથા પ્રજનનની વાત જ યાદ છે. બાકીની વસ્તુઓ તો જાણે તે ભૂલી જ ગયો. એ અભાગિયાને એ સમજમાં ન આવ્યું કે જ્યારે ભગવાને વાનરને માટે તથા અન્ય પ્રાણીઓને માટે પેટ ભરવાની વ્યવસ્થા કરી છે, તો શું તેના પ્રિય પુત્ર મનુષ્ય માટે તે ખાવાની વ્યવસ્થા નહિ કરે ? ૫રંતુ હાય રે ! અભાગિયો માનવી. તે આની કિંમત જાણી ન શકયો. તે પોતાના ઉદ્દેશ્યને ભૂલી ગયો તથા એવું કહેવા લાગ્યો કે હું મારી અક્કલથી કમાઈશ, ઘણું જ પેદા કરીશ, મોજથી રહીશ. તેમાં જ તે ખ૫તો રહ્યો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: