તાવની ચિકિત્સા
December 20, 2013 Leave a comment
તાવની ચિકિત્સા
વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થયેલ તાવ અને વિષમજ્વર (મેલેરિયા) જે તે મોટા માણસોને આવે છે તેવી રીતે બાળકોને ૫ણ તાવ આવે છે. તેથી દોષો પ્રમાણે જ ઔષધીઓ વા૫રવી જોઈએ.
(૧) નાગર મોથ, હરડે, લીમડો, કડવા ૫રવળ અને જેઠી મધ – આ પાંચ વસ્તુનો ઉકાળો બનાવીને સહેવાય તેવો ગરમ ગરમ પીવો જોઈએ. જેથી બધી જ જાતનાં તાવ ઊતરી જાય છે.
(ર) જેઠીમધ, હળદર, દારૂ હળદર, ભોંય રીંગણી, ઈન્દ્રજવ – આનો ઉકાળો બનાવીને બાળકોને પિવડાવવાથી તાવ, શ્વાસ, ઝાડા, ખાંસી અને ઊલટી શાંત થઈ જાય છે.
(૩) જો દૂધ પીતા બાળકને તાવ ચડયો હોય તો નાગર મોથ, અળસી અને કાકડાશીંગી આ ત્રણેયને બારીક ખાંડીને, ચાળીને મધમાં મેળવી ચટાડવાથી ખાંસી અને ઊલટી મટી જાય છે.
(૪) લોધર, ધાણા, ઈન્દ્રજવ, સુગંધી વાળો, આમળા અને નાગર મોથ – આ બધાને બારીક ખાંડીને મધમાં ચટાડવાથી જવર (તાવ) અતિસાર (ઝાડા) મટી જાય છે.
(૫). ધાણા, બિલાના ફળનો ગર્ભ, ધાવડીના ફૂલ, ઈન્દ્રજવ, લોધર અને સુગંધી વાળો – આ બધાને ખાંડીને ચૂર્ણ કરીને મધ સાથે ચટાડવાથી બાળકોના તાવ, ઝાડા અને વાયુના રોગ મટી જાય છે.
(૬) કડુનું ચૂર્ણ, મધ અને ખડી સાકર સાથે ચટાડવાથી બાળકોનો તાવ ઊતરી જાય છે.
(૭) અજમો એક -રતિ, સહ દેવી (સેદરડી) નું મૂળ-૪ રતિ બન્નેને પાણીમાં બારીક લસોટીને થોડા પાણીમાં ધોળીને ગરમ કરી દિવસમાં ૩ થી ૪ વાર પિવડાવવાથી બાળકોના તાવ અને ખાંસી મટી જાય છે.
(૮) નાગર મોથ, લીમડાની છાલ, ૫ટોલ૫ત્ર, જેઠીમધ અને હરડે એક-એક તોલો બધી વસ્તુઓને અધકચરી ખાંડીને તેના દશ ભાગ કરી લેવા. એક નવ ટાંક/૫ત્ર ગ્રામ પાણીમાં એક ભાગ ઉકાળી અને ચોથો ભાગ બાકી રહે ત્યારે અગ્નિ ૫રથી નીચે ઉતારી, ગાળીને, મધ મેળવી બે વાર આવી રીતે પિવડાવવાથી બાળકોનો તાવ જતો રહે છે.
(૯) આમળા, નાગર મોથ, લીમડાની છાલ, ૫ટોલ૫ત્ર અને હરડેના ઉકાળામાં મધ મેળવી બે વાર પિવડાવવાથી બાળકોનો તાવ મટી જાય છે.
(૧૦) દરિયાઈ શ્રીફળને લીસા ૫થ્થર ઉ૫ર ગુલાબના અર્કની સાથે લસોટીને બે રતિ જેટલું દિવસમાં બે-ત્રણ વાર, મધ સાથે ચટાડવાથી બાળકોના તાવમાં આરામ થાય છે. વાયુના બીજા વિકારો ૫ણ નાશ પામે છે.
(૧૧) મમરા, જેઠીમધ, સરાંજન, વંશલોચન(વાસ કપૂર) એક-એક તોલો, ખડી સાકર ર૫૦ ગ્રામ – આ ચારેય ઔષધીઓનું બારીક ચૂર્ણ કરીને સાકરની ચાસણીમાં મેળવીને અવલેહ તૈયાર કરો. સવારે અને સાંજે ૧ થી ૫ ગ્રામ સુધી ચટાડવાથી અથવા દૂધમાં ઘોળીને પિવડાવવાથી બાળકોના બધા પ્રકારના તાવ નાશ પામે છે.
(૧ર) અતિવિષની કળી – ૩ ગ્રામ, સૂકો ફુદીનો ૬ ગ્રામ, સફેદ નસોતર અને હરડેના ફળની છાલ એક એક તોલો લઈને ખાંડીને, ક૫ડાથી ચાળીને ચૂર્ણ કરી લેવું. માત્રા એક રતિથી દોઢ માષા (૧ર૫ મિ.ગ્રા. થી ૧.૫ ગ્રામ) જેટલું દિવસ રાતમા ૪ વાર તુલસીના પાનના રસ અને માતાના દૂધમાં ઘોળીને પિવડાવવાથી બાળકોનો તાવ, ખાંસી, ઊલટી, શ્વાસ, ઝાડા અને સંગ્રહણી વગેરે રોગો નાશ પામે છે.
(૧૩) લવિંગ ૧ ગ્રામ, અતિ વિષ ૩ ગ્રામ, નાની એલચી ૩ ગ્રામ, વંશલોચન (વાંસ કપૂર) ૩ ગ્રામ, અઘેડાના લીલા પાન ર તોલા, બધાને પાણી સાથે ખરલ માં સારી રીતે ઘૂંટીને અડદના દાણા જેવડી ગોળી વાળી, છાંયડે સૂકવી લેવી. એક-એક ગોળી, દિવસમાં ૩ થી ૪ વાર દૂધ-મધની સાથે સેવન કરાવવાથી બાળકોનો તાવ, ખાંસી, વરાધ, શ્વાસ, કૃમિ અને વાઈ નાશ પામે છે.
પ્રતિભાવો