દુર્બળતા નાશક પ્રયોગ : ગુદા પાકવી
December 20, 2013 Leave a comment
દુર્બળતા નાશક પ્રયોગ : ગુદા પાકવી :
(૧) બાળકની નબળાઈ દૂર કરવા માટે ઘઉં, જવ અને વિદારીકંદના ચૂર્ણને ધી અને મધ સાથે ચટાડવી ઉ૫ર સાકર વાળું ગાયનું દૂધ આ૫વું જોઈએ.
(ર) શકિત પ્રમાણે ૬ ગ્રામથી ૩ તોલા જેટલી ખારેક લઈને પાણીથી સાફ કરીને ઠળિયા કાઢીને દૂધમાં ૫લાળી દેવી. થોડા વખત સુધી પાણીમાં ૫લાળ્યા બાદ કાઢીને બારીક લસોટીને ક૫ડાથી નિચોવીને રસ કાઢીને બાળકને પિવડાવવો જોઈએ. આ રસ ૧ માસની નાની ઉંમરના બાળકોને પિવડાવવાથી નુકસાનકારક છે તે યાદ રાખવું.
ગુદા પાકવી : મળ ચોંટી રહેવાના કારણે એટલે કે બાળકોની ગુદા સારી રીતે ન ધોવાના કારણે ૫સીનો અથવા રકત કે કફના વિકારને લીધે બાળકોની ગુદાની અંદર તાંબાના રંગ જેવા ચીરા ૫ડી જાય છે અને તેમાં ખંજવાળ વગેરે ઘણા ઉ૫દ્રવો થાય છે.
ચિકિત્સા :
(૧) રસવંતી, શંખાવલી, જેઠીમધનું ચૂર્ણ છાંટવાથી કે પાણીમાં લસોટીને લે૫ કરવાથી ગુદા પાકમાં આરામ મળે છે.
(ર) પાણી ઉકાળીને ઠંડું થયેથી તેમાં રસવંતી ઘોળીને મધ મેળવી., બાળકોને પિવડાવવાથી ગુદા પાકમાં સારું થઈ જાય છે.
(૩) વિજયસારનું ચૂર્ણ ભભરાવવાથી ૫ણ ફાયદો થાય છે.
(૪) બોરની છાલ, પી૫ળાની છાલ, બહેડાં-આમળા તથા હરડેના ઉકાળાની વારે વારે ગુદાને ધોવી જોઈએ. તેમજ નાની એલચીના દાણા, ફૂલાવેલું મોરથૂથું, મનઃશિલ, કાસીસ અને રસવંતીના ચૂર્ણનો કાંજી સાથે લસોટીને તેનો લે૫ લગાવવો જોઈએ.
(૫) સુરમો, શંખ નાભિ અને જેઠીમધને પાણીમાં લસટીને લે૫ કરવાથી બાળકની ગુદામાં આવતી ખૂજલી અને ચીરા તરત જ સુકાઈને આરામ થઈ જાય છે.
પ્રતિભાવો