બાળકો માટેની સોગઠી – ખૂજલી :
December 20, 2013 Leave a comment
બાળકો માટેની સોગઠી (બાળા સોગઠી)
(૧) કેસર, જાયફળ, કાકડાશીંગી, નાગકેસર, વાંસકપૂર અને જેઠીમધ એક એક તોલો લઈને બારીક ચૂર્ણ બનાવીને સવાર સાંજ માતાના દૂધમાં ઘોળીને પિવડાવવાથી અજીર્ણ, પેટનો દુઃખાવો અને મંદાગ્નિ નાશ પામે છે તથા બાળકોને એકાએક કોઈ રોગ થતો નથી.
(ર) જો નાની ઉંમરનું બાળક દૂધ ન પીતું હોય તો હરડે અને આમળાનું ચૂર્ણ બનાવીને તેમાંથી રૂ રતિ ચૂર્ણ લઈને મધમાં મેળવી આંગળી વડે બાળકની જીભ ૫ર લગાડવાથી બાળક દૂધ પીવા લાગશે.
ખૂજલી : બાળકના શરીરમાં નાની નાની બધી ફોલ્લીઓ, જેમા ખૂજલી અને બળતરા થાય છે, તેવી નીકળે છે, જે બે પ્રકારની થાય છે. એક નાની અને બીજી ફોલ્લા જેવી. નાની ફોલ્લીઓમાં ફકત ખૂબ જ ખંજવાળ આવ્યા કરે છે તથા મોટી ફોલ્લીઓ પાકીને તેમાંથી ખરાબ લોહી વહેવા માંડે છે અને ઘા જેવું થઈ જાય છે.
ઉપાય :
(૧) ચોખા અને કાળા તલને પાણીમાં લસોટીને બાળકની નાભિ ૫બ લે૫ કરવાથી ખંજવાળ મટે છે.
(ર) રાઈ, હળદર, અંદરજો, કઠ (ઉ૫લેટ) અને ઘરનો ધુમાડો પાણીમાં બારીક લસોટીને લગાવવાથી બન્ને પ્રકારની ખૂજલી મટી જાય છે.
(૩૪) સફેદ ચંદન, કમળ અને ખસને પાણીમાં લસોટીને લે૫ કરવાથી બાળકોની ખંજવાળ મટે છે.
(૪) ખૂજલીવાળા બાળકને કઠ (ઉ૫લેટ), ઘોડાવજ અને વાવડિંગના ઉકાળાથી નવડાવવાથી ખૂજલી મટી જાય છે.
પ્રતિભાવો