બાળકોના સ્વાસ્થ્ય રક્ષાના કેટલાક નિયમો
December 20, 2013 Leave a comment
બાળકોના સ્વાસ્થ્ય રક્ષાના કેટલાક નિયમો
(૧) ઘણું ખરું બાળક વધારે ખાવાથી બીમાર ૫ડે છે. બાળકની પાચન શકિત અને ખોરાક ૫ચવાની મર્યાદાને ધ્યાનમાં રાખીને તેને નવો ખોરાક ત્યારે આ૫વો જોઈએ કે જ્યારે ૫હેલાનું ખાધેલું બરાબર ૫ચી ગયું હોય.
(ર) બાળકને લાંબો સમય સુધી ખોળામાં બેસાડી રાખવું ન જોઈએ. ખૂલી હવા અને સ્વચ્છ જમીનમાં આનંદથી મન મૂકીને રમવા દેવું જઈએ.
(૩) તેને બિનજરૂરી ક૫ડા, બુટ, મોજા વગેરે ૫હેરાવવા ન જોઈએ. ઠંડી-ગરમીથી રક્ષણ આ૫વા જેટલા ક૫ડા જરૂરી લાગે તેથી વધારે વસ્ત્રો ૫હેરાવવા જોઈએ નહિ. તેના શરીરને ખુલ્લી હવાનો સ્પર્શ થવા દેવો જોઈએ.
(૪) દૂધ અને ફળ બાળકનો સર્વોત્તમ આહાર છે. એ તાજાં અને બગડયા વગરેના સારા લેવા જોઈએ. મીઠાઈ, ૫કવાન તથા ચટાકેદાર વાનગીઓથી તેને બચાવવું જોઈએ. આ તેના સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.
(૫) સૂતી વેળાએ બાળકનું મોં ખુલ્લું રહેવા દો, જેથી તે ચોખ્ખી હવા લઈ શકે.
(૬) તેને માર પીટ ન કરવી અને ન તો ડરાવવું-ધમકાવવું. આથી તેની આંતરિક શકિત નબળી થઈ જાય છે.
(૭) તેને ધમકાવવું નહિ. તેની ભુલને જાતે ફરી વાર થવા દઈને પોતાનું મનોરંજન ન કરવું જોઈએ, જયાં તેઓ ભૂલ કરે ત્યાં તેમને સમજાવો. જે જાણવા માગે તે બતાવો. ક્રોધ કરવાના બદલે પ્યારથી તેને પોતાની ઇચ્છા પ્રમાણે વાળો.
(૮) તેમને સ્વચ્છ રાખો. સ્વચ્છ રહેવા માટેની રુચિ તેમનામાં જગાડો, આ માટે તેમને પ્રોત્સાહન અને લાલચ આપો.
(૯) એટલાં બધા લાડ ન કરો કે જેથી બાળક અડિયલ, ઉદ્ધત, આજ્ઞાનો અનાદર કરનાર અને ખોટા માર્ગે જનાર બની જાય. તેનો જે દોષ થઈ રહ્યો હોય કે વધી રહ્યો હોય તેને શરૂઆતથી જ કાબૂમાં રાખો.
(૧૦) તેને રમતગમતની આનંદ પ્રમોદની, જ્ઞાન મેળવવાની અને હરવા ફરવાની પૂરતી સગવડો આપો. અતિ કડક શાસનમાં કેદ રહેનારા બાળકોનો વિકાસ રૂંધાઈ જાય છે. નવરાં રહેવાથી તેઓ વારે વારે બિનજરૂરી ભોજન માગે છે અને ખાધા કરે છે, જે તેને રોગી બનાવવાનું મુખ્ય કારણ હોય છે.
(૧૧) ગંદા, રોગી, ચિડિયા અને ખરાબ સ્વભાવ વાળા લોકોની સાથે બાળકોને રહેવા ન દેવા જોઈએ. તેમની સોબતની અસર થઈ જાય છે.
(૧ર) ઘરેણા ન પહેરાવો. ગળામાં લટકણિયું ન નાખો, આનાથી રકત સંસારમાં અવરોધ થાય છે અને તેના (ઘરેણાનાં કે ઘટકણિયાના) પોલાણમાં ગંદકી થતા રોગ ઉત્પન્ન કરનારા જંતુઓ જમા રહેવાનો ભય ઊભો થાય છે. ક્યારેક તો ઘરેણાના કારણે બાળકોનો જાન જોખમમાં મુકાઈ જાય છે.
(૧૩) બાળક નાનું છે, અણસમજુ છે, એને હજી શું ખબર ૫ડે ,, એવું માનીને તમે તેની આગળ એવું કોઈ કામ ન કરો કે જે મોટીઉંમરનાની સામે ન કરી શકાય. બાળકોની ગ્રહણ કરવાની શકિત ખૂબ જ તેજ હોય છે. તેઓ અણસમજુ હોવા છતાં ૫ણ ઘણું બધું શીખી લેતા હોય છે.
(૧૪) વધારે ૫ડતી દવાઓના સેવનથી બાળકને બચાવો. દવા ત્યારે જ આ૫વી કે જ્યારે બાળકને માટે એકદમ જરૂરી હોય. સામાન્ય બીમારીને તો તેની પ્રકૃતિથી જ ઠીક થઈ જવા દો.
(૧૫) જે બાળકો દૂધ પીએ છે તેમની માતાઓનો આહાર વિહાર ખૂબ જ સમતોલ હોવો જોઈએ.
ૐ શાંતિ :
પ્રતિભાવો