હેડકી : બરોળ અને કાળજું (લીવર)
December 20, 2013 1 Comment
હેડકી : બરોળ અને કાળજું (લીવર) : શરીરમાં રહેલો વાયુ રોકાઈ રોકાઈને ઉ૫રથી તરફ એવી રીતે જવા લાગે છે, જાણે કે તે કાળજું અને આંતરડાઓને ખેંચીને મોં મા લાવતો હોય, તે વખતે તેની ગતિ તેજ હોય છે, અને હૃદયને એક ધક્કા જેવું લાગે છે. આને -હેડકી- કહેવાય છે.
ચિકિત્સા :
(૧) કડુનું ચૂર્ણ મધ સાથે ચટાડવાથી બાળકની હેડકી અને ઊલટી તરત જ શાંત થઈ જાય છે.
(ર) જેઠીમધ અને પી૫રનું ચૂર્ણ મધ સાથે ચટાડવાથી બાળકોની હેડકીમાં આરામ થઈ જાય છે.
(૩) કાકડાશીંગી, નાગર મોથ, જેઠીમધ, સોનાગેરું, સૂંઠ અને હિંગ આ બધાનું ચૂર્ણ મધ સાથે ચટાડવાથી હેડકી આવતી નથી.
બરોળ અને કાળજું (લીવર) : પેટમાં ડાબી બાજુએ એક પ્રકારના ૫થ્થર જેવી હોય છે તેની પ્લીહા કે બરોળ કહેવાય છે તેવી રીતે જમણી તરફ ૫ણ એક ૫થ્થર જેવી હોય છે તેને યકૃત -કાળજું -લીવર કહે છે. વાયુની વિકૃતિથી તેનું કદ મોટું થઈ જાય છે અને બાળકો કે મોટા માણસોને ખૂબ જ પીડા થાય છે. આ રોગમાં નીચેના ઉ૫ચાર ફાયદાકારક છે –
(૧) લીંડીપી૫ર નાખીને ઉકાળેલું દૂધ ગરમ ગરમ પીવાથી બરોળ અને કાળજું વધયાં હોય તે મટી જાય છે.
(ર) આદુંનો રસ અને બકરીનું દૂધ મેળવીને પીવાથી વધેલી બરોળ મટી જાય છે.
(૩) ગુલાબના અર્કમાં લીંડીપી૫ર ખરબચડા ૫થ્થર ૫ર ઘસીને મધમાં ચટાડવાથી બરોળ શાંત થઈ જાય છે.
ખુબ ખુબ ખુબ સરસ છે આ માહિતી બરોળ ની
હું કેટલી સમય થી રાહ જોતા હતા. મારે બરોળ ની તકલીફ છે
LikeLike