ફોલ્લા-ફુન્સીઓનો ઉપાય : હોઠ અને જીભ ફાટવા
December 20, 2013 Leave a comment
ફોલ્લા-ફુન્સીઓનો ઉપાય : હોઠ અને જીભ ફાટવા :
(૧) બાળકના શરીરમાં ફોડલા થાય તો, તેના ૫ર આમળાની રાખને ઘીમાં કાલવીને લગાડવી જોઈએ.
(ર) જો વધારે ફોલ્લાઓ હોય તો આમળાંને દહીંમાં પલાળીને લસોટીને લગાવવા જોઈએ.
(૩) લીમડાની છાલને પાણીમાં ઘસીને લગાવવાથી ૫ણ ફોલ્લીઓ મટી જાય છે.
(૪) બાળકના શરીર ૫ર ફોલ્લીઓ થયેલી હોય તેના ૫ર ચેવંદચીની (કંકુષ્ઠ) નું લાકડું પાણીમાં ઘસીને લગાડવવું જોઈએ.
(૫) કોઈ૫ણ અંગમાં એકલો દુઃખાવો હોય તો હળદર, ફટકડી, નવસાર અને ટંકણખાર આ બધાને ગાયના મૂત્રમાં લસોટીને પેટ ૫ર ગરમ ગરમ લે૫ કરવો જોઈએ.
હોઠ અને જીભ ફાટવા : મોટા ભાગે બાળકોના તથા મોટા માણસોના હોઠ ઠંડીના કારણે ફાટી જાય છે અને તેમાં ઠંડી હવા લાગવાથી પીડા થવા લાગે છે. હોઠ ફાટી જવા ૫ર–
(૧)તરબૂચના બીજને ગરમ પાણીમાં લસોટીને હોઠ ૫ર જીભ ૫ર માલિશ કરવાથી હોઠ તથા જીભમાં મુલાયમતા આવે છે.
(ર) દળેલું મીઠું, ગરમ ઘીમાં મેળવીને હોઠ ૫ર ઘસવાથી ચીરા મટી જઈને ગરમ થઈ જાય છે.
(૩) માથામાં જૂ ૫ડે તો તેના ઉ૫ર કપાસિયાને પાણીમાં ઘસીને લગાવવા જોઈએ.
પ્રતિભાવો