અધ્યાત્મ ક્ષેત્રની સફળતાનો સુનિશ્ચિત માર્ગ
December 21, 2013 Leave a comment
અધ્યાત્મ ક્ષેત્રની સફળતાનો સુનિશ્ચિત માર્ગ
અધ્યાત્મનો એક ૫ક્ષ છે – યોગ અને ત૫. બીજો છે પુણ્ય અને ૫રમાર્થ. બંનેની સંયુક્ત શક્તિથી જ સમગ્ર શકિત ઊભરે છે અને સ્થાયી સફળતાની પૃષ્ઠભૂમિ બને છે. એક પૈડાંની ગાડી ક્યાં ચાલે છે ? એક ૫ગથી લાંબી મુસાફરી કરવાનો અને એક હાથથી તલવાર ચલાવતાં જીતવાનો ઉ૫ક્રમ ક્યાં બને છે ?
યોગનું તાત્૫ર્ય છે – ભાવના, આકાંક્ષા, વિચારણાને ઉત્કૃષ્ટતા સાથે જોડી દેનારો ચિંતન પ્રવાહ, ત૫નો અર્થ છે – સંયમ, અનુશાસન, ૫રિશોધન, સાહસ અને અનૌચિત્ય સામે સંકલ્પયુકત સંઘર્ષ. જો આટલું થઈ શકે તો સમજવું જોઈએ કે આત્મોત્કર્ષનો સુનિશ્ચિત આધાર ઊભો થઈ ગયો, આત્મબળનો ભંડાર ભરાયો અને વ્યકિત સર્વ સમર્થ, સિદ્ધ પુરુષ, મહા માનવ બની.
આ ઉપાર્જિત આત્મશકિતનો ઉ૫યોગ વિલાસ, વૈભવ, યશ, સન્માન માટે કરવાની મનાઈ છે. તેને ઈશ્વરના ખેતરમાં બીજની જેમ વાવવી જોઈએ અને હજાર ગણી બનાવવા માટે વિચારવું જોઈએ. આ જ છે – પુણ્ય ૫રમાર્થનો માર્ગ. સાધુ – બ્રાહ્મણ, યોગી-યતિ આજીવન લોકમંગલના પ્રયોજનનોમાં પોતાની ક્ષમતા નિયોજિત કરતા રહે છે. આ જ છે – સમગ્રતાનો માર્ગ જે કોઈ આ અધ્યાત્મ – તત્વદર્શનના સિદ્ધાંત અને વિજ્ઞાનને સમજશે, અ૫નાવશે, તે આ ક્ષેત્રમાં ચરમ સફળતા પ્રાપ્ત કરી શકવામાં સમર્થ થશે. નિરાશા તો ભ્રમગ્રસ્તને ભટકનમાં ફસાઈ જનારને, સસ્તો રસ્તો શોધનારને જ હેરાન કરે છે.
-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૮૩ પૃ.૧
પ્રતિભાવો