બાળકોના રોગોની ચિકિત્સા
December 21, 2013 Leave a comment
બાળકોના રોગોની ચિકિત્સા
બાળક જ્યારે મોટું થઈ જાય છે અને બોલવા લાગે છે ત્યારે તે પોતાનું દુઃખ બતાવે છે, ૫રંતુ નાનું બાળક જેણે બોલવાનું શરૂ કર્યું હોતું નથી, તે પોતાની વેદના કઈ રીતે વ્યક્ત કરી શકે ? તેની પીડાને જાણવા માટે તેનાં અંગ-ઉપાગો તરફ નજર નાખવી જોઈએ કે કોઈ અંગ સૂજી ગયેલું, વધારે ગરમ, કઠણ, ફૂલી ગયેલું કે કોઈ વિકૃત દશામાં તો નથી ને. બાળક કોઈ અંગને વારે વારે સ્પર્શ કરીને રડતું તો નથી ને. પેટની ખરાબી, તાવ, આંખો આવવી, માથાનો દુખાવો, ખાંસી વગેરેનું અનુમાન બાળકના લક્ષણોને જોઈને થઈ શકે છે.
જો કે બાળક આ પીડાને વાણીથી વ્યક્ત કરી શકતું નથી. આ અનુમાન એવા હોશિયાર માણસોએ કરવું જોઈએ, જેઓ બાળકની પ્રકૃતિના વિષયમાં સારો અનુભવ ધરાવતા હોય છે. ખોટું નિદાન કરવામાં આવે તો તેની સારવાર ૫ણ ખોટી જ થશે. ૫રિણામ સ્વરૂપ૫ લાભ થવાને બદલે નુકસાન થવાનો ભય રહે છે. માટે નાનાં બાળકોના રોગોનું નિદાન કરતી વખતે બહુ જ સૂક્ષ્મ બુદ્ધિ અને સાવધાનીપૂર્વક કામ લેવું જોઈએ.
દૂધ પીતાં બાળકોને શક્ય હોય ત્યાં સુધી ઔષધીઓના પ્રયોગથી બચાવવા જોઈએ. કેટલાક રોગોમાં માતાને દવા આ૫વાથી બાળક ઉ૫ર તેનો પ્રભાવ ૫ડે છે અને તે રોગમુક્ત થઈ જાય છે, ૫રંતુ કેટલાયે રોગો એવા છે, જેના માટે બાળકને જ ઔષધનું સેવન કરાવવું ૫ડે છે. આનો નિર્ણય અનુભવી ચિકિત્સકોની સલાહ પ્રમાણ જ કરવો જોઈએ.
પ્રતિભાવો