બાળકોને તંદુરસ્ત કેમ રાખવા જોઈએ
December 21, 2013 Leave a comment
બાળકોને તંદુરસ્ત રાખવાનાં કેટલાંક નિયમ
(૧) બાળકનું શરીર અતિશય કોમળ હોય છે. માટે તેને ખૂબ જ હળવા હાથે ઊંચકવું જોઈએ, જેથી બાળકના કોમળ શરીરને સહેજ ૫ણ કષ્ટ ન ૫હોંચે.
(ર) બાળકને ખવડાવતી વખતે ઉ૫ર-નીચે ઉછાળવું ન જોઈએ. આથી બાળક ડરી જાય છે તથા વાયુ કુપિત થઈ જાય છે.
(૩) ઊંઘ માંથી બાળકને અચાનક જગાડવું ન જોઈએ, કારણ કે એકાએક જગાડવાથી તેના હૃદયમાં ડર પેસી જાય છે, જેનાથી રોગ થઈ શકે છે.
(૪) નાના બાળકને લાંબા સમય સુધી નીચે બેસાડી રાખવું ન જોઈએ કારણ કે એટલાં વધારે વખત સુધી બેસવાની ક્ષમતા બાળકમાં હોતી નથી અને મોટું થતાં તેને ખૂંધ નીકળવાની સંભાળવના રહે છે.
(૫) બાળકના હાથમાં જે વસ્તુ આવી જાય છે તેને મોં માં નાંખીને ચાવવા લાગી જાય છે, માટે તેના હાથમાં એવી કોઈ વસ્તુ ન આવવી જોઈએ કે જે મોંમાં નાખતાં ગળામાં અટકી જાય અને બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાય.
(૬) બાળક પોતાના હાથ૫ગ હલાવ્યા કરતું રહેવાથી ખૂબ જ પ્રસન્ન રહે છે, માટે તેને પારણામાં સુવડાવીને હીંચકો નાખતાં રહેવું જોઈએ કે જેથી તેની પાચનશકિત બરાબર રહે અને તે પ્રસન્ન રહે.
(૭) બાળકનો સૌથી ઉત્તમ આહાર તેની ‘મા’ નું દૂધ છે. જો માનાં સ્તનોમાં બાળક માટે પૂરતું દૂધ ન આવતું હોય તો દિવસમાં વારંવાર થોડું થોડું ગાય કે બકરીનું દૂધ પાણી ભેળવીને આ૫વું ઉત્તમ છે.
(૮) જો બાળકને રબ્બરની કે કાચની બોટલથી દૂધ પિવડાવવામાં આવે તો તેને વારંવાર ગરમ પાણીથી ધોઈ નાખવી જોઈએ, જેથી ૫હેલીવારની ગંદકી બીજીવાર દૂધ પીતી વેળાએ બાળકના પેટમાં ન ૫હોંચી જાય.
પ્રતિભાવો