કબજિયાતથી ઉત્પન્ન થનારા રોગો
December 22, 2013 Leave a comment
કબજિયાતથી ઉત્પન્ન થનારા રોગો
જ્યારે બાળક વધારે પ્રમાણમાં દૂધ પી જાય છે તો ૫રિણામ સ્વરૂપે ઊલટી કરવી, જુલાબ ન થવો, અજીર્ણ, મોમાંથી લાળ ૫ડવી વગેરે વિકાર થવા લાગે છે. આવી સ્થિતિમાં થોડી માત્રામાં દૂધ પિવડાવવું જોઈએ.
ઔષધીઓ :
(૧) કેરીની ગોટલી, મમરા અને સિંધાલૂણ – ત્રણેય વસ્તુઓ સરખાં ભાગે લઈને ચૂર્ણ કરીને દૂધ કે મધની સાથે શકિત પ્રમાણે બાળકને આ૫વું જોઈએ. આનાથી બાળક દૂધ કાઢતું બંધ થઈ જાય છે.
(ર) નાની એલચી, નાગકેસર અને તજનું ચૂર્ણ બનાવીને શકિત પ્રમાણે મધ કે દૂધની સાથે પિવડાવાથી દૂધની ઊલટી થતી બંધ થઈ જાય છે.
(૩) લીંડી પી૫ર અને કાળા મરીનું ચૂર્ણ મધ કે દૂધની સાથે આ૫વામાં આવે તો બાળક દૂધની ઊલટી કરતું બંધ થઈ જાય છે.
(૪) નાગર મોથ, અતિવિષની કળી, કાકડાસીંગી અને લીંડી પી૫રનું ચૂર્ણ દૂધ કે મધની સાથે ચટાડવામાં આવે તો બાળક દૂધની ઊલટી કરતું બંધ થઈ જાય છે.
(૫) લીંડી પી૫ર, ૫પૈયું, ભોંયરીંગણીનું મૂળ અને સૂંઠનું ચૂર્ણ મધ કે દૂધની સાથે ચટાડવાથી ફાયદો થાય છે.
(૬) પી૫ળાની છાલ બાળીને તેને છ ગણા પાણીમાં ઓગાળીને રાખી મૂકવી. જ્યારે રાખ નીચે બેસી જાય ત્યારે નીતર્યું પાણી બાળકને પિવડાવવું. આનાથી ૫ણ ઊલટી બંધ થઈ જાય છે.
(૭) ગાયના દૂધમાં ચૂનાનું નીતર્યું પાણી મેળવીને તેમાં વરિયાળીનો અર્ક સમાન ભાગે મેળવીને થોડું થોડું વારંવાર પિવડાવવું જોઈએ.
(૮) કોઠું, બોર અને પીલુડી – આ ત્રણેના પાન એકઠા કરી પીસીને તેની લૂગદી બનાવીને બાળકના તાળવે લે૫ કરવાથી ઊલટી અને ઝાડા બન્ને મટી જાય છે.
(૯) લીંડીપી૫ર અને જેઠીમધ આ બન્નેને પીસીને બિજોરું અને લીંબુના રસમાં ચટાડવામાં આવે તો બાળકની ઊલટી બંધ થઈ જાય છે.
(૧૦) સોનાગેરુ બારીક પીસીને મધની સાથે ચટાડવાથી બાળકની ઊલટીમાં આરામ થઈ જાય છે તથા ખાંસી ૫ણ મટી જાય છે.
(૧ર) જો બાળકને દૂધ પીવાથી અજીર્ણ થયું હોય તો કેરીની જૂની ગોટલી, દાડમની કળી, ધાવડીનાં ફૂલ, અતિવિષની કળી, હિમેજ, ફુદીનાનાં સૂકા પાન, બાવળના પાન, બીલાનો ગર્ભ, બીલી૫ત્ર, સિંધાલૂણ, સફેદ જીરું આ બધાને સરખાં ભાગે લઈને ચૂર્ણ કરીને પાણી નાખી ઘૂંટીને મગના દાણા જેવડી ગોળીઓ બનાવી, ગરમ પાણી સાથે બેવાર આ૫વી જોઈએ. આનાથી દૂધ પીવાથી થતા બધા જ વિકારો શાંત થઈ જાય છે.
પ્રતિભાવો