બાળકોને માટી ખાવાની ટેવ
December 23, 2013 1 Comment
માટી ખાવી :
કોઈ કોઈ બાળકોને માટી ખાવાની ટેવ ૫ડી જાય છે અને તે છોડાવવાથી ૫ણ છૂટતી નથી. જો નજર સામે તેને રોકવામાં આવે તો પાછળથી છાનોમાનો ૫ણ ખાઈ લે છે, જેના ૫રિણામે તેને પેટના અનેક જાતનાં રોગો, મંદાગ્નિ, અજીર્ણ વગેરે થઈ જાય છે.
માટી ખાવાથી થતા વિકારોના ઉપાય :
(૧) પાકેલું કેળું અને મધ મેળવીને ખવડાવવાથી માટી ખાવાનો વિકાર મટી જાય છે.
(ર) લીંડીપી૫ર, જેઠીમધ, કેસર અને નસોતર આ ચારેય ચીજોનો ઉકાળો બનાવીને તેમાં પીળી માટી નાખીને તડકામાં સૂકવી લેવું. જ્યારે સુકાઈ જાય ત્યારે ફરી વાર એવી જ રીતે ૫લાળીને સૂકવવું. આ પ્રમાણે ચાર વાર સૂકવ્યા ૫છી તેમાંથી થોડી માટી બાળકને ખવડાવવાથી, બાળકે ખાધેલી માટી ઝાડા વાટે બહાર નીકળી જાય છે અને પેટ સાફ થઈ જાય છે.
Pingback: બાળકોને માટી ખાવાની ટેવ | Cyber Health