કૃમિ રોગ અને તેની ચિકિત્સા
December 24, 2013 Leave a comment
કૃમિ રોગ અને તેની ચિકિત્સા
બાળકોના પેટમાં કૃમિ (અળસિયા અને દોરા જેવા પાતળા નાના નાના કીડા) ઉત્પન્ન થાય છે ત્યારે દિવસે દિવસે શરીર સુકાતું જાય છે. પેટમાં મંદાગ્નિ અને મીઠી મીઠી પીડા થયા કરે છે. મોટા ભાગે ઊંઘમાં બાળક દાંત કચકચાવ્યા કરે છે. કરમિયાના કારણે ક્યારેક ક્યારેક વાઈના દરદ ની જેવી મૂર્છા ૫ણ આવી જાય છે.
ચિકિત્સા :
(૧) વાવડીનું ચૂર્ણ જો બાળકને મધની સાથે ચટાડવામાં આવે તો કૃમિ મરી જાય છે.
(ર) ડુંગળી નો રસ પિવડાવવાથી ૫ણ કૃમિ નાશ પામે છે. તેની માત્રા ૪ રતિ (૫૦૦ મિ. ગ્રામ) થી ૩ માષા ( ૩ ગ્રામ) સુધી છે અને એક અઠવાડિયા સુધી સવાર સાંજ બન્ને વખત પિવડાવવો જોઈએ.
(૩) સાગના પાન અને કાકડાશીંગી દૂધમાં ઉકાળીને, દૂધને હાથ૫ગના તળિયાં ૫ર એક અઠવાડિયું દરરોજ, દિવસમાં બે -ત્રણ વાર માલિશ કરવાથી, ઊંઘમાં દાંત કચકચાવવાનું બંધ થઈ જાય છે.
પ્રતિભાવો