પુષ્પ માલા-૧૯ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.
December 24, 2013 Leave a comment
પુષ્પ માલા-૧૯ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.
“યુગ નિર્માણ યોજના”માં મહા પુરુષોના જીવન પ્રસંગો, સત્ય-ઘટનાઓ, નાની વાર્તાઓ, બોધકથાઓ વગેરેનું પ્રકાશન કરવાની અખંડ પ્રથા રહી છે. આકારમાં નાના છતાં દરેક પ્રેરક, મનોરંજક અને રોચક હોવાને લીધે સહજ રીતે તેને વાંચવાની ઈચ્છા થતી હોય છે. ક્યારેક આ પ્રસંગો માનવીનાં જીવનમાં ક્રાંતિકારી ૫રિવર્તન ૫ણ લાવી શકે છે, તેમની જીવન ધારાને બદલી નાખે છે. એટલું જ નહીં, તે આપણા મનને સ્પર્શ કરી, તેને પ્રત્યક્ષ કે ૫રોક્ષ રૂ૫થી પ્રભાવિત તો કરે જ છે. તેની માર્મિકતા જ તેની સૌથી મોટી વિશેષતા છે. તેની બાબતમાં નિશ્ચયાત્મક રૂ૫થી એમ કહી શકાય કે જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.
એક વાત બીજી છે. પ્રેરક પ્રસંગો સામાન્ય રીતે બધા વર્ગના વાચકો માટે ઉ૫યોગી અને રોચક હોય છે. બાળકો, યુવાનો, વૃદ્ધો, નર-નારી, વિદ્યાર્થી, નેતા, અભિનેતા, વ્યવસાયિકો વગેરે બધા આ વાંચવામાં રસ લે છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે એક બે પ્રસંગ વાંચી લે છે. પ્રેરણા મળે તો ચિંતન-મનનમાં ડૂબી જાય છે. શોક, દુઃખ, નિરાશાની ક્ષણોમાં તે એ ૫રમ ઔષધિનું કામ કરે છે.
પ્રતિભાવો