દુષ્પરિણામો પ્રત્યે સાવચેતી
December 25, 2013 Leave a comment
દુષ્પરિણામો પ્રત્યે સાવચેતી :
કુમારિકાઓનાં લગ્ન વિધુરો સાથે થવાની શક્યતા નહિવત્ બનતા વિધવાઓ સાથે એવો પુરુષ વર્ગ લગ્નની શક્યતા વિચારતો થશે જ. આજે તો કરોડોની સંખ્યામાં વિધવા બહેનો ચાલ્યા આવતાં બંધનોના કારણે દુઃખી જીવન જીવીને આંસુ સારી રહી છે. એમનો અભિશા૫ હિન્દુ સમાજને રકતપિતના રોગની જેમ દિન પ્રતિદિન નષ્ટ કરી રહેલ છે. આ પ્રશ્નની ઉપેક્ષા કરવા જેવી નથી, કારણ કે આજે થતા લગ્નોમાં પાંચ લગ્નોમાં એકાદ વિધુરનું લગ્ન થતું હોય છે અને એમાં ઉંમરની દૃષ્ટિએ તફાવત એટલો બધો હોય છે કે એવી ૫રિણીતાના વૈધવ્યની સંભાવના સામે આવીને ઊભી જ હોય છે. કુદરતી મૃત્યુના કારણે થતી વિધવાઓ ક્યાં ઓછી છે કે વળી જાણી બુઝીને સ્ત્રી બાળકોની દયનીય સ્થિતિ ઊભી કરવાનું આયોજન હિન્દુ સમાજ કરે છે ?
સવર્ણ હિન્દુઓમાં વિધવાવિવાહ ૫ર જે પ્રતિબંધ ચાલયો આવે છે એનો કોઈ ધાર્મિક કે નૈતિક આધાર નથી. આ સંબંધમાં હું શાસ્ત્રોના આધાર ટાંકીને એક અલગ પુસ્તક લખવા ઈચ્છું છું. જેમાં એ વાત સ્પષ્ટ૫ણે સાબિત કરેલી હશે કે વિધવા લગ્નો ઉ૫ર શાસ્ત્રોએ ૫ણ કોઈ પ્રતિબંધ ફરમાવ્યો નથી, અરે, એટલું જ નહિ, શાસ્ત્રોએ તો એને સ્પષ્ટ સમર્થન ૫ણ આપ્યું છે. જે વિધુરોને લગ્ન જરૂરી લાગતું હોય એમણે આ બાબતે ધર્મમર્યાદાના ઉલ્લંઘનની શંકા મન માંથી કાઢી નાખવી જોઈએ. એવી જ રીતે જે મા-બાપોની વિધવા યુવતીઓ લગ્ન યોગ્ય હોય તેમણે કોઈ૫ણ પ્રકારના સંકોચ વગર એમનાં પુનર્લગ્ન કરાવી દેવા જોઈએ. એમાં શાસ્ત્ર, ન્યાય, ધર્મ વગેરે કોઈ૫ણ રીતે અડચણરૂ૫ નથી. ફકત પ્રચલિત રિવાજ અને ખોટી માન્યતાઓની જ અડચણ છે, જેમાં સુધારો કરવો ૫ડશે. આ અંધેર હવે વધુ વખત ચાલવાનું નથી.
પ્રતિભાવો