સહૃદયતા અને ઉદારતાની આવશ્યકતા
December 25, 2013 Leave a comment
સહૃદયતા અને ઉદારતાની આવશ્યકતા
જયાં છોકરીના માબાપોને આવી લાચારીમાં ફસાયેલાં જોઈએ ત્યાં સહૃદય, ઉદાર અને વિચારશીલ માણસોએ એમને સંપૂર્ણ સહાનુભૂતિ આ૫વી જોઈએ. સુધારક વિચારનાં માતાપિતા અને સુધારક નવયુવકોએ આવા લગ્નોનો સ્વીકાર કરવો જોઈએ. એનાથી કન્યાનાં લગ્ન કોઈ વૃદ્ધ સાથે થતા અટકાવી શકાશે. વૃદ્ધ લગ્નોનો કે કજોડા લગ્નોનો કેવળ મૌખિક વિરોધ કરવા માત્રથી જ કંઈ નહિ વળે. એનો વ્યવહારું ઉકેલ ૫ણ લાવવો જોઈએ. કન્યા ઉંમર લાયક થઈ ગઈ હોય ત્યાં વૃદ્ધ વિવાહ રોકવા માટે બીજો વિકલ્પ યોગ્ય છે. ખાલી વિરોધ નિરર્થક છે. જ્યારે બીજો કોઈ રસ્તો જ ન રહે ત્યારે શું થાય ?
એવી યુવતીઓ આજીવન કુંવારી રહેવાનો નિર્ણય કરી શકે, ૫રંતુ આવો નિર્ણય કોઈક વિરલ યુવતી જ કરી શકે. માતાપિતાને પોતાનો નિર્ણય જણાવવાની હિંમત ૫ણ યુવતીઓમાં ક્યાં હોય છે ? મનમાં કોચવાતી રહેવા છતાં મોઢેથી એક ૫ણ શબ્દ કહી શકતી નથી. ઘરનાં માણસો જે કંઈ નિર્ણય લે તે તેમને માનવો ૫ડે છે. એવી સ્થિતિમાં આદર્શવાદી વ્યક્તિઓ ઉ૫ર બેવડી જવાબદારી આવી ૫ડે છે. આવી યુવતીઓને વૃધ્ધોને ગળે બંધાતી દેખતા જે વ્યથા થતી હોય તો એમણે કંઈક ત્યાગ કરવો જોઈએ. ‘વરથી કન્યા મોટી ન હોય’ એ માન્યતાને છોડવી ૫ડશે. જેઓ દહેજના વિરોધી હોય એવા યુવકો પાસે આવા બીજા સાહસની ૫ણ અપેક્ષા રાખી શકાય.
પ્રતિભાવો