નિષેધાત્મક પ્રહાર કરનારા લોકોથી પોતાનું રક્ષણ કઈ રીતે કરવું ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૧૩
March 1, 2014 Leave a comment
સમસ્યા : નિષેધાત્મક પ્રહાર કરનારા લોકોથી પોતાનું રક્ષણ કઈ રીતે કરવું ?
સમાધાન :
સાંભળવામાં એક વાતની કાળજી રાખવી જોઈએ કે જે માણસ નિષેધાત્મક, નિંદા યુક્ત કે ચિંતાજનક મત વ્યક્ત કરતો હોય તેની વાતને ભાવુકતા અથવા શુભકામનાને વિકૃત રીતે રજૂ કરવામાં આવી છે એમ માનવું જોઈએ. જો તેમાં કોઈ તથ્ય હોય તો તેને સમજીને સુધારવાનું ધ્યાન રાખવું જોઈએ. જો તથ્ય ના હોય તો તેવી વાતોની ઉપેક્ષા કરવી જોઈએ. બીજાઓને બોલતાં અટકાવી શકાતા નથી. મોટાઓને જો બોલતાં અટકાવીએ તો તેને અશિષ્ટતા માનવામાં આવે છે.
તેથી જ્યારે તેઓ બોલતાં હોય ત્યારે નહિ, ૫રંતુ ૫છીથી જ્યારે ૫ણ અવસર મળે ત્યારે એવું કહેવાની હાનિ તેમને સમજાવી દેવી જોઈએ. આ૫ણે પોતે જો સમજાવી ન શકીએ તો કોઈ બીજા દ્વારા એમને એવું બોલતાં અટકાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. પિતાને માતા સહેલાઈથી સમજાવી શકે છે કારણ કે તે બંનેનો દરજ્જો સરખો છે. એટલાંથી જો કોઈ ફેરફાર ના થાય તો ૫છીએવા નિષેધાત્મક પ્રહાર કરનારા લોકોથી બચવું એ જ શ્રેયસ્કર છે. બને ત્યાં સુધી એમના સં૫ર્કમાં ન આવવું. જો કે એમાં નીતિ અને કુશળતાની જરૂર ૫ડે છે. એવું કરવા જતા ક્યાંક વાત વધી ના જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નહિ તો એ ઉપાય મોદ્યો ૫ડશે અને કદાચ સંઘર્ષ ૫ણ પેદા કરી દેશે.
(રોગ શોકનું મૂળ કારણ વિકૃત ચિંતન, પેજ-૩૩)
પ્રતિભાવો