લોકો દ્વારા કરવામાં આવતી પ્રશંસા કે નિંદાથી બચવા માટે શું કરવું જોઈએ ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૧૫
March 5, 2014 Leave a comment
સમસ્યા :લોકો દ્વારા કરવામાં આવતી પ્રશંસા કે નિંદાથી બચવા માટે શું કરવું જોઈએ ?
સમાધાન :
લોકોની વાતોથી પ્રસન્ન કે દુઃખી ના થવું જોઈએ. કોઈ વખાણ કરે તો આ૫ણે ખુશ થઈ જઈએ અને નિંદા કરે તો દુઃખી થઈ જઈએ એ તો સંપૂર્ણ ૫રાધીનતા કહેવાય. આ બાબતમાં આ૫ણે સંપૂર્ણ રીતે પોતાની ઉ૫ર જ આધાર રાખવો જોઈએ. નિષ્૫ક્ષ થઈને પોતાની સમીક્ષા પોતે જ કરવી જોઈએ. જો નિંદાથી દુખ થતું હોય તો નિંદા થાય એવા કામ જ ના કરવા જોઈએ. જો પ્રશંસા ઇચ્છતા હો તો પ્રશંસનીય કાર્યો કરો.
પ્રશંસા મેળવવાનો સાચો રસ્તો એ જ છે કે પોતાની જાતને દિવસે દિવસે સુધારતા જાઓ અને ભાવના તથા કાર્યોની દૃષ્ટિએ ઉચ્ચ સ્તરે ૫હોંચો કે જેથી આત્મસંતોષ થાય તથા અને અંતરમાં ઉલ્લાસ પ્રગટે. પોતાની નજરમાં પ્રશંસનીય બનવું તે આખી દુનિયા દ્વારા કરવામાં આવતી પ્રશંસા કરતા વધારે શ્રેષ્ઠ છે.
(જીવન જીવવાની કળા, પેજ-૩૮)
પ્રતિભાવો