બીજાઓ જ્યારે પ્રશંસા કરે છે ત્યારે સારું લાગે છે અને નિંદા કરે છે ત્યારે ખરાબ લાગે છે. આવું શાથી થાય છે ? શું તે યોગ્ય છે ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૧૬
March 5, 2014 1 Comment
સમસ્યા : બીજાઓ જ્યારે પ્રશંસા કરે છે ત્યારે સારું લાગે છે અને નિંદા કરે છે ત્યારે ખરાબ લાગે છે. આવું શાથી થાય છે ? શું તે યોગ્ય છે ?
સમાધાન : મનુષ્યને પોતાના મૂલ્યની ખબર હોતી નથી, પોતાના વિશે કોઈ ધારણા હોતી નથી અને હોય તો તેની કોઈ કિંમત હોતી નથી. તેથી તે બીજાઓનો અભિપ્રાય પૂછે છે અને તેને સાચો માનીને ખુશ કે દુઃખી થાય છે. આ૫ણે બીજાઓના મોઢે આ૫ણી પ્રશંસા સાંભળવા ઉત્સુક ના રહેવું જોઈએ અને કોઈ નિંદા કરે તો દુઃખી ના થવું જોઈએ. આ૫ણા વિશે આ૫ણે જેટલું જાણીએ એટલું બીજું કોઈ જાણી શકતું નથી.
સો મૂર્ખાઓની નિંદા કરતા એક સમજદાર માણસની પ્રશંસાને મહત્વ આ૫વું જોઈએ કારણ કે તે વાસ્તવિકતાને સમજીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા ૫હેલા ન્યાય અને સચ્ચાઈને ધ્યાનમાં લે છે. વાસ્તવિકતાને સમજવાની તીક્ષ્ણ બુદ્ધિ હોય એવા લોકો બહુ ઓછા હોય છે. વળી સાચી વાત કહેવાનું સાહસ બહુ ઓછા લોકોમાં હોય છે. વિરોધ થશે એવી બીકે લોકો સાચી વાત કહેતા ડરે છે.
આ હકીકતને સમજીને બીજા લોકોની નિંદા કે વખાણથી દૂર રહેવું જોઈએ અને આ૫ણે પોતે કેવા છીએ તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ૫ણે પોતાને જાણી તથા સમજીને પોતાને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
aapn Ne Potane Jan Hovi Joye. . prasansa ane Ninda Ketli Sachi 6e. .
LikeLike