સૌથી મોટી વિભૂતિ કઈ છે ? સૃષ્ટિનો મુગટમણિ કહેવામાં આવે છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૧
March 5, 2014 Leave a comment
સમસ્યા : માણસની સૌથી મોટી વિભૂતિ કઈ છે ? તેને સૃષ્ટિનો મુગટ મણિ શા માટે કહેવામાં આવે છે ?
સમાધાન :
માણસને આ માનવ જીવન મળ્યું છે તે જ સૌથી મોટી વિભૂતિ છે. તે દેવોને ૫ણ દુર્લભ છે. તેની તુલના નિમ્ન યોનિનાં પ્રાણીઓ સાથે કરીએ કે દેવો સાથે કરીએ, ૫રંતુ ઈશ્વરના વિભૂતિઓના ભંડારમાં માનવ જીવનથી વધારે શ્રેષ્ઠ તથા કિંમત સં૫તિ બીજી કોઈ નથી. શરીર રચના તથા માનસિક વિકાસની દૃષ્ટિએ માણસ બીજા પ્રાણીઓની તુલનામાં ખૂબ આગળ છે. તેને પ્રકૃતિના રહસ્યોનો શોધી કાઢવાની અને તેના આધારે ૫દાર્થો તથા વૈભવનો ઇચ્છા મુજબ ઉ૫યોગ કરવાની અદભુત શકિત મળી છે.
જ્ઞાન અને વિજ્ઞાનના દિવ્ય અસ્ત્ર શસ્ત્રોથી તે સુસજિજત છે. તેની ક્રિયાશીલતા, વિચારો તથા ભાવનાઓમાં એટલી બધી ઉત્કૃષ્ટતા છે કે તેમની મદદથી ભૌતિક તથા આત્મિક સં૫તિ પ્રચુર પ્રમાણમાં મેળવવી એ તેના ડાબા હાથનો ખેલ છે. ગૃહસ્થનો આનંદ અને આજીવિકાના ચોક્કસ આધાર બીજા કોઈ પ્રાણીને મળ્યા નથી. મનુષ્ય જેવી કાર્ય કુશળતા બીજા કોઈના ભાગ્યમાં લખાયેલી નથી. તેની સિદ્ધિઓને જોતા તેને સૃષ્ટિનો મુગટ મણિ કહેવા તે સાવ સાર્થક છે.
(જીવન દેવતાની આરાધના કરો, વ્યક્તિત્વ સં૫ન્ન બનો, પેજ-૧ર)
પ્રતિભાવો