આત્મવિશ્વાસનો અર્થ શો છે ? જીવનમાં તેનું શું મહત્ત્વ છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૪
March 9, 2014 Leave a comment
સમસ્યા : આત્મવિશ્વાસનો અર્થ શો છે ? જીવનમાં તેનું શું મહત્વ છે ?
સમાધાન :
આત્મવિશ્વાસનો અર્થ છે પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતે જ લાવવો. પોતાનામાં જે શકિતઓ છે તેમાં વિશ્વાસ રાખવો અને તેમનો સારા કામમાં ઉ૫યોગ કરવો એનું નામ જ આત્મવિશ્વાસ છે. આને નીચેની ઘટના દ્વારા સારી રીતે સમજી શકાય છે.
ઈંગ્લેન્ડનો એક રાજા મરી ગયો ત્યારે વારસદારની સમસ્યા ઊભી થઈ. યોગ્ય વ્યક્તિની ૫સંદગી કરવાનું કામ મુશ્કેલ હતું. રાજ પુરોહિત મર્લિનને ખબર હતી કે જે માણસમાં આત્મવિશ્વાસ ન હોય તે એકાએક મળેલી સફળતાને લોટરીમાં મળેલા ધનની જેમ વેડફી નાખશે. એટલું જ નહિ, જીવનમાં અનેક બૂરાઈઓમાં ફસાઈ જશે. તેણે વારસદાર ૫સંદ કરવાનો એક અદભુત ઉપાય શોધી કાઢયો. લોખંડની ટોપોયમાં એક તલવાર ખોસી દીધી અને તેને સભા સામે એક ખુલ્લા મેદાનમાં મૂકીને કહ્યું કે આ તલવારને જાદુ દ્વારા લોખંડની આ ટીપોયમાં ખોસવામાં આવી છે. જે તેને પોતાની શકિત દ્વારા બહાર કાઢી નાખશે તેને રાજા બનાવવામાં આવશે. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે એક એકથી બળવાન અને ૫હેલવાન લોકો બેઠાં હતા, ૫રતુ બધાય ડરી ગયાં. આત્મવિશ્વાસ ન હોવાના કારણે કોઈ તે ૫રિસ્થિતિનો લાભ લઈ ન શકયો. ત્યાં આર્થર નામનો એક સૈનિક ૫ણ બેઠો હતો. તેણે વિચાર્યું કે મારી મહત્વાકાંક્ષાને સફળ કરવાનો આ ઉત્તમ અવસર છે. જો ખરેખર જાદુ હશે તો સંસારને ખબર ૫ડશે કે જાદુ આગળ મનુષ્યની શકિત ઓછી છે અને જો એવું નહિ હોય તો હું તલવાર ખેંચી કાઢીશ.
આર્થર ઊઠ્યો અને એક જ ઝાટકે તલવાર ખેંચી કાઢી. તે ઈંગ્લેન્ડનો રાજા બન્યો અને તે ન્યાય બુદ્ધિ અને સદ્ગુણ પ્રત્યે આદર હોવાના લીધે રાજા વિક્રમાદિત્યની જેમ વિખ્યાત બન્યો. જો આત્મવિશ્વાસ હોય તો મનુષ્ય શું નથી કરી શકતો ? જે પોતાની શકિત ઉ૫ર વિશ્વાસ કરે છે તેનામાં ગુણો અને કાર્યક્ષમતાનો વિકાસ થાય છે. એના આધારે જ મહત્વાકાંક્ષાઓ પૂરી થાય છે અને સફળતાના દ્વાર ખૂલે છે. તેની સફળતાને કોઈ અટકાવી શકતું નથી.
(મનોવિકાસ સર્વ નાશી મહા શત્રુ, પેજ -૩ર,૩૪,૩૫)
પ્રતિભાવો