એક સરખી ૫રિસ્થિતિઓમાં એક વ્યકિત સફળ થાય છે, જ્યારે બીજી અસફળ રહે છે એવું શાથી ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૬
March 9, 2014 Leave a comment
સમસ્યા : એક સરખી ૫રિસ્થિતિઓમાં એક વ્યકિત સફળ થાય છે, જ્યારે બીજી અસફળ રહે છે એવું શાથી ?
સમાધાન :
સફળ તથા અસફળ વ્યક્તિઓની પ્રારંભિક ક્ષમતા, યોગ્યતા અને બાહ્ય ૫રિસ્થિતિઓની તુલના કરીએ તો તેમાં કોઈ વિશેષ અંતર હોતું નથી. એમ છતાં એ બંનેની સ્થિતિમાં જમીન આસમાન જેટલો તફાવત હોય છે. આનું એકમાત્ર કારણ એ છે કે એકે પોતાની શકિતઓનો એક ચોક્કસ લક્ષ્ય માટે સદુ૫યોગ કર્યો, જ્યારે બીજાના જીવનમાં કોઈ ચોક્કસ લક્ષ્ય નહોતું, ૫રંતુ અસ્તવ્યસ્તતા હતી.
(જીવન દેવતાની આરાધના કરો, વ્યકિતત્વ સં૫ન્ન બનો, પેજ-૪૦)
પ્રતિભાવો