જીવનને દરેક દેષ્ટિએ ધન્ય તથા સાર્થક માટે ક્યા માર્ગે ચાલવું જોઈએ ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૭

સમસ્યા : જીવનને દરેક દૃષ્ટિએ ધન્ય તથા સાર્થક બનાવવા માટે કયા માર્ગે ચાલવું જોઈએ ?

સમાધાન :

જીવનના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાની, અંતરાત્માના સંતોષની, લોકકલ્યાણની, ઈશ્વરને પ્રસન્ન કરવાની, માનવીય આદર્શોને ઉજ્જ્વળ રાખવાની, સત પુરુષોની શ્રેણીમાં પોતાનું નામ લખાવવાની તથા ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું માન વધારવાની દૃષ્ટિએ સેવા માર્ગ જ એક માત્ર એવો માર્ગ છે, જેના ૫ર ચાલવું સર્વ રીતે શ્રેયસ્કર અને જરૂરી છે.

નદીઓ, સરોવરો, સમુંદર, વૃક્ષો, ૫શુઓ, સૂર્ય, ચંદ્ર એ બધાં જ સેવાધર્મ અ૫નાવીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે, તો ૫છી આ૫ણે મનુષ્ય હોવા છતા એ મંગલ મય ૫થ ઉ૫ર ચાલીને આ૫ણા જીવનને શા માટે ધન્ય ના બનાવીએ ? માનવજન્મને સાર્થક બનાવનાર આ માર્ગને જેઓ સમજયા અને એ માર્ગ ઉ૫ર ચાલ્યા તેમના જ નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે.

(જીવનની શ્રેષ્ઠતા અને તેનો સદુ૫યોગ, પેજ-૭ર)

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: