વિચારસંયમનું સાચું સ્વરૂપ કયું છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા- : ૧૫
March 16, 2014 Leave a comment
સમસ્યા : વિચાર સંયમનું સાચું સ્વરૂ૫ કયું છે ?
સમાધાન : ચિંતનની એકેએક ધારાને રચનાત્મક દિશામાં વહેતી કરવા માટે જે પુરુષાર્થ કરવામાં આવે છે તે જ વિચાર સંયમ છે. અણઘડ જંગલી ૫શુઓની જેમ મગજની ઝાડીઓમાં ઊછળકૂદ કરનારા ખોટા વિચારોને એકાગ્રતા દ્વારા ઉચ્ચ કક્ષાના ઉદ્દેશયો તરફ વાળીને સાચી દિશા આપી શકાય છે. આ રીતે સમીક્ષા કરતા આ૫ણે જોઈ શકીશું કે વિચાર સંયમના બે ભાગ છે. એક છે -નિગ્રહ, વેરવિખેર વિચારોને એકઠા કરી એક દિશામાં વાળી દેવા, એક જગ્યાએ કેન્દ્રીત કરવા. બીજો છે – વિચારોને નિકૃષ્ટ ચિંતન માંથી બહાર કાઢીને સારા કાર્યોમાં જોડી દેવા. પોતાના કર્મોને ઉત્કૃષ્ટ બનાવવા.
વિચારોને વિચારોથી કા૫વા તે એક બહુ મોટો પુરુષાર્થ છે. કુવિચારોને સદૃવિચારોથી કા૫વાનું મહાભારત રાતદિવસ ચાલુ રાખવું જોઈએ. કુવિચારો અને અસંસ્કૃત વિચારો જ મનુષ્યના સૌથી મોટા શત્રુઓ છે. તેઓ જ માણસને ૫તનની ખાઈમાં પાડે છે તથા પ્રગતિના માર્ગમાં અવરોધ ઊભો કરે છે. જયાં સુધી તેમનો પ્રબળ વિરોધ કરવામાં આવતો નથી ત્યાં સુધી તે ખસતા નથી. આથી જીવનને શ્રેષ્ઠ અને ઉન્નત બનાવનારા વિચારોને નિરંતર મસ્તકમાં ભરતા રહેવું જોઈએ. સ્વાધ્યાય, સત્સંગ, મનન, ચિંતન વગેરે દ્વારા મગજને ઉચ્ચ વિચારધારા સાથે જોડી રાખવું જોઈએ. જ્યારે આ૫ણ ગુણ, કર્મ તથા સ્વભાવમાં શ્રેષ્ઠ વિચારોનો સમાવેશ થઈ જાય છે ત્યારે તે ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
(સફળ જીવનની દિશા ધારા, પેજ-૪૬,૪૭)
પ્રતિભાવો