વિવેક જાગ્રત થતાં માણસમાં શો ફેરફાર જોવા મળે છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૮
March 16, 2014 Leave a comment
સમસ્યા : વિવેક જાગ્રત થતાં માણસમાં શો ફેરફાર જોવા મળે છે.
સમાધાન :
માણસનો વિવેક જ્યારે જાગ્રત થાય છે, ત્યારે તે પોતાનું એક ચોક્કસ નૈતિક ધ્યેય નકકી કરે છે. તેઓ વિચારોમાં ૫રિ૫કવતા આવે છે. એના કારણે તે યોગ્ય-અયોગ્ય, સાચું-ખોટું, ધર્મ-અધર્મ વગેરેનો નિર્ણય કરી શકે છે. તે પોતાનું કર્તવ્ય નકકી કરીને લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
જેટલા પ્રમાણમાં મનુષ્યનો વિવેક જાગે છે એટલાં જ પ્રમાણમાં તેના ચરિત્રનો વિકાસ થતો જાય છે. તે પોતાની વિવેકશકિતથી શરૂઆતમાં ભલે સાંસારિક ચીજો તથા સુખો મેળવવાનો પ્રયત્ન કરે, ૫રંતુ થોડાક સમયમાં જ તેમની નિસ્ સારતા તેને સમજાય જાય છે અને તે જીવનની સર્વ શ્રેષ્ઠ વસ્તુ એવા આત્મસંતોષ તથા આધ્યાત્મિક પૂર્ણતા તરફ વળે છે. ૫છી તે તમામ સમસ્યાઓનું સમાધાન પોતાની અંદરથી જ શોધી કાઢે છે અને આંતરિક પૂર્ણતા મેળવવાનો પ્રયત્ન કરે છે.
(નર માંથી નારાયણ બનવાનો માર્ગ, જે-૬૫,૬૬)
પ્રતિભાવો