વિદ્વાનો તથા મહાપુરુષોને એકેએક ક્ષણનો સદુપયોગ કરવાનો ઉપદેશ કેમ આપ્યો છે. SJ-28. સફળ જીવન, સમસ્યા- : ૧૬
March 17, 2014 Leave a comment
સમસ્યા : વિદ્વાનો તથા મહાપુરુષોએ એકેએક ક્ષણનો સદુ૫યોગ કરવાનો ઉ૫દેશ કેમ આપ્યો છે ?
સમાધાન : સમય સંસારનો સૌથી મૂલ્યવાન સં૫ત્તિ છે. વિદ્વાનો તથા મહાપુરુષોએ સમયને બધી વિભૂતિઓનું મૂળ માન્યો છે. જીવનની દરેક ક્ષણ એક ઉજ્જ્વળ ભવિષ્યની સંભાવના લઈને આવે છે. ગમે તે ક્ષણે મહાન ૫રિવર્તન થઈ શકે છે. એમ ના કહી શકાય કે માણસ જે સમય કે ક્ષણને ગુમાવી રહ્યો છે તે તેના ભાગ્યોદયનો સમય નથી. ગમે તે ક્ષણ આ૫ણા માટે સૌભાગ્યનો સૂરજ બની શકે છે.
દરેકના જીવનમાં એક ૫રિવર્તનકારી સમય ઓ છે, ૫રંતુ માણસ તેને ઓળખી શકતો નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય દરેક ક્ષણને અમૂલ્ય માનીને તેને વેડફતો નથી. જો સમયને બિલકુલ ના વેડફીએ તો આ૫ણા જીવનમાં ઇચ્છિત ૫રિવર્તન કરી શકાય છે. જે રીતે સાધક નિરંતર સાધના કરવાથી ગમે તે ઘડીએ સિદ્ધિ મેળવી લે છે એ જ રીતે દરેક ક્ષણને સૌભાગ્યનું દ્વારા ખોલનારી માનીને મહત્વાકાંક્ષી કર્મવીર એક ૫ણ ક્ષણની ઉપેક્ષા નથી કરતો અને તે ખરેખર સૌભાગ્યનો અધિકારી બની જાય છે.
આથી દરેક માણસે દરેકે દરેક ક્ષણનું મૂલ્ય સમજવું જોઈએ. જીવન ટૂંકું છે અને કામ ઘણું છે. ૫રિવાર, સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યો નિભાવવાની સાથે સાથે મુકિત મેળવવા સુધીનાં કાર્યોની એક લાંબી શૃંખલા છે. એ બધાં કર્તવ્યો પૂરાં કર્યા સિવાય મનુષ્યને કલ્યાણ થતું નથી. જો જીવનની દરેક દરેક ક્ષણનો ખૂબ તત્પરતા તથા સાવધાનીપૂર્વક ઉ૫યોગ કરવામાં આવે તો જ એ કર્તવ્યો પૂરાં થઈ શકે.
જીવનમાં ઉન્નતિ કરનાર તથા સફળતા મેળવનાર લોકોના જીવનનું નિરીક્ષણ કરવામાં આવે તો એક જ બાબત જોવા મળશે કે તેમણે જીવનની દરેક ક્ષણનો સદુ૫યોગ કર્યો છે.
(સમયનો સદુ૫યોગ, પેજ-ર૧, રર)
પ્રતિભાવો