સફળતાનો મૂળભૂત આધાર કયો છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૧૧ :
March 17, 2014 Leave a comment
સમસ્યા : સફળતાનો મૂળભૂત આધાર કયો છે ?
સમાધાન : સફળતાને મૂળભૂત આધાર ઉત્કટ ઇચ્છા, તત્પરતા તથા સક્રિયતા છે. મનુષ્ય પોતાની ઇચ્છાને અનુરૂ૫ જ વિચારે છે અને તે જેવું વિચારે છે એવી જ સફળતા મેળવે છે. તેને જેવા સાધનો મળે છે એવું જ કર્મ તે કરે છે. જેવા કર્મ કરવામાં આવે છે એવી જ ૫રિસ્થિતિઓ ઊભી થાય છે અને એવા જ ૫રિણામ મળે છે. તેને ભાગ્ય, કર્મોનું ફળ, કિસ્મત ગમે તે નામ આપો, ૫ણ સાચી વાત એ છે કે તે બધું પોતાની ઇચ્છાઓનું જ ૫રિણામ છે. જે ઇચ્છીએ છીએ એ જ મળે છે. આથી જ કહેવાય છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે અને પોતે જ પોતાનું નસીબ લખે છે.
દુનિયામાં જે લોકોએ સફળતા મેળવી છે તેમણે તેના માટે પૂરા મનથી ઇચ્છા કરી હતી. તેઓ ઇચ્છિત વસ્તુ મેળવવા માટે સતત વ્યાકુળ રહ્યા હતા. એ આકાંક્ષા અને વ્યાકુળતાએ જ તેમને સક્રિય બનાવ્યા. તેઓ તમામ આવરોધોનો સામનો કરીને આગળ વધતાં રહ્યા. નિષ્ફળતા મળવા છતાં નવેસરથી પ્રયત્નો કરતા રહ્યા અને છેવટે ઇચ્છિત સફળતા મેળવીને જ જપ્યા. તેથી તીવ્ર આકાંક્ષાને જ સફળતાનો મૂળભૂત આધાર કહી શકાય.
(મોટા માણસ નહિ, મહા માનવ બનો, પેજ-રર)
પ્રતિભાવો