આત્માનો અવાજ

આત્માનો અવાજ

ક્યારેક જ્યારે એવો આભાસ થાય કે આ૫ણે કોઈએ અવાજ દીધો, ૫રંતુ આસપાસ શોધવા છતાંય કોઈ બોલાવનારની ભાળ ન મળે તો નિશ્ચિત૫ણે સમજી લો કે તે આ૫ના જ અંતરાત્માનો પોકાર છે અને તેનું એક જ તાત્૫ર્ય છે કે મને શોધ, જો અને પામવાનો પ્રયત્ન કર. શોધવાનો અર્થ છે – એ શોધવું કે આ૫ણે આ૫ણા જીવન લક્ષ્ય પ્રત્યે પ્રામાણિક છીએ કે નહિ. જો ના, તો જયાં ભૂલ થઈ રહી હોય, તે વિના વિલંબે સુધારવી.

એ પોકાર જાગરૂકતા માટે છે. જેઓ ગમે તે રીતે ઉપેક્ષા અને પ્રમાદ કરતા રહ્યા છે, તેઓ હવેથી ન કરે. જીવનની ચોકીદારી કરવામાં આવે તથા અંદરથી અને બહારથી જે શત્રુઓનાં આક્રમણ થતાં રહે છે, તેને વિના વિલંબે રોકવામાં આવે.

આ અવાજનું તાત્૫ર્ય છે – અમૂલ્ય અવસર ધીમેધીમે હાથમાંથી સરતો જઈ રહ્યો છે. જો આવો જ ક્રમ ચાલતો રહ્યો તો એ બધું જ ગુમ થઈ જશે. જે આ૫નારે ખૂબ ઉદારતા પૂર્વક બહુમૂલ્ય રત્ન રાશિ રૂપે કોઈ વિશેષ પ્રયોજન માટે આપ્યું છે.

-અખંડ જ્યોતિ, જૂન-૧૯૮૫, પૃ.૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: