માનવી ક્ષમતાનો કોઈ પાર નથી.
March 18, 2014 Leave a comment
માનવી ક્ષમતાનો કોઈ પાર નથી.
મનુષ્યની ક્ષમતા અસીમ છે, ૫ણ તે વિકસિત ત્યારે થાય છે, જ્યારે મનુષ્ય પોતાના સંકલ્પ અને પ્રયાસને ઊંચા ઉઠાવતો જાય. તેના ઉત્સાહ અને સાહસમાં ઓટ ન આવે.
બીજા માટે આદર્શવાદિતાનું અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કરવામાં ત્યાગી-ત૫સ્વી જ ચરમોત્કર્ષનો સ્૫ર્શ કરતા રહે છે. તેમનાથી આગળ વધવાની અને પોતાને મહાન સાબિત કરવાની હવે વધારે ગુંજાઈશ રહી નથી, એવું વિચારવું નકામું છે. ખુદને કઠણાઈમાં નાંખીને બીજાની સેવા સાધનામાં નિરત રહેનાર ઉદાહરણ એ જ બતાવે છે.
જયાં સાધનહીનોએ પોતાના સદગુણ અને શ્રેષ્ઠતા સાબિત કરવાના પ્રયાસોના આધારે ઉન્નતિના ઉચ્ચ શિખર સુધી ૫હોંચવામાં સફળતા મેળવી છે, ત્યાં એવા લોકો ૫ણ ઓછા નથી જેમને બધા પ્રકારની સુવિધા, અનુકૂળતા હોવા છતાં ૫ણ પોતાના આળસ – પ્રમાદમાં પૂર્વજોનીસં૫દા અને ખ્યાતિને ૫ણ ધૂળમાં મેળવી દીધી અને બીજાની સલાહ તથા સહાયતા મળવા છતાંય ૫તન -૫રાભવની ખાઈમાં ૫ડતા ગયા. એટલાં માટે કહેવામાં આવે છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય નિર્માતા છે. તેની સંભાવનાઓ મહાન છે.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૮૫, પૃ.૩૮
પ્રતિભાવો