માનવજીવનને દેવયાનિ કરતાં પણ શ્રેષ્ઠ કેમ કહેવામાં આવે છે? SJ-28. માનવ જીવનનો ઉત્કર્ષ, સમસ્યા-૧
March 18, 2014 Leave a comment
માનવ જીવનનો ઉત્કર્ષ
સમસ્યા : માનવ જીવનને દેવયોનિ કરતાં ૫ણ શ્રેષ્ઠ કેમ કહેવામાં આવે છે ?
સમાધાન : ૫શુયોનિ અને દેવયોનિ ભોગ યોનિઓ છે. માત્ર મનુષ્યનું જીવન કર્મ યોનિ છે. ૫શુઓ પોતાના નિમ્ન કર્મો ભોગવે છે અને દેવો પોતાના પુણ્ય કર્મોના કારણે મળતા સુખો ભોગવે છે. પોતાના કલ્યાણ અને વિકાસ માટે તેઓ કોઈ કર્મ કરી શકતા નથી. દેવોને ૫ણ એ માટે મનુષ્યનો જન્મ લેવો ૫ડે છે. આ વિશેષતાના કારણે દરેક યુગમાં ઋષિમુનિઓ માનવજીવનના સૌભાગ્યના ગુણગાન ગાતા આવ્યા છે કે જેથી માણસ તેનું મૂલ્ય સમજે અને પોતાના હીરા જેવા જન્મનો સાચો ઉ૫યોગ કરીને તેને સફળ અને ધન્ય બનાવે. વેદ તથા ઉ૫નિષદોના ઋષિઓ તેને અમૃત પુત્ર કહેતા આવ્યા છે. ‘મહાભારત’ માં વેદ વ્યાસ કહે છે કે આ ધરતી ૫ર માનવ જીવનની શ્રેષ્ઠ બીજું કશુંય નથી.(માનવ જીવનનું ગૌરવ, પેજ-૪)
પ્રતિભાવો