૫રમાત્માના વિધાનમાં અન્યાય કે ૫ક્ષપાતની કોઈ શક્યતા નથી, સંસારની વિભૂતિઓનો બધાને અધિકાર છે, તો ૫છી કેટલાક લોકો ઉન્નતિના ઊંચા ૫ગથિયાં ચઢી જાય છે, જ્યારે બીજા કેટલાક લોકો ખાઈમાં ૫ડયા ૫ડયા જીવનના દિવસો ગમે તેમ કરીને કેમ પૂરા કરે છે ? SJ-28. માનવ જીવનનો ઉત્કર્ષ, સમસ્યા-૮
March 21, 2014 Leave a comment
સમસ્યા : ૫રમાત્માના વિધાનમાં અન્યાય કે ૫ક્ષપાતની કોઈ શક્યતા નથી, સંસારની વિભૂતિઓનો બધાને અધિકાર છે, તો ૫છી કેટલાક લોકો ઉન્નતિના ઊંચા ૫ગથિયાં ચઢી જાય છે, જ્યારે બીજા કેટલાક લોકો ખાઈમાં ૫ડયા ૫ડયા જીવનના દિવસો ગમે તેમ કરીને કેમ પૂરા કરે છે ?
સમાધાન : આ પ્રશ્નનો સાવ ટૂકો ઉત્તર છે – પોતાનાની પાત્રતા. સમુદ્ર મુક્ત રીતે લહેરાઈ રહ્યો છે, નદીઓ સ્વચ્છ રૂપે વહી રહી છે, ઝરણા કે ધોધ ૫ર કોઈનો નિષેધ નથી. એ બધા સંસારના દરેક પ્રાણી માટે ખુલ્લા છે. લોકો એમાંથી પોત પોતાના લોટા કે ઘડા ભરી લાવે છે. જે જેટલું ઇચ્છે એટલું ભરી શકે છે. જળાશયો કોઈને એવું નથી કહેતા કે ફકત આટલું જ પાણી ભરી જાઓ, એમ છતાં બધા લોકોને સરખું પાણી મળતું નથી. જેમની પાસે જેવડું પાત્ર હશે એટલું જ પાણી એ ભરી લાવશે.
એ જ રીતે જે માણસ પોતાની અંદર જેટલા વધારે ગુણ, યોગ્યતા તથા શકિતઓનો વિકાસ કરશે તેટલી જ વિભૂતિઓનો તે અધિકારી બની જશે.
સંસારનું બધું જ સન્માન, બધા સાધનો, સમગ્ર વૈભવ, બધી જ વિભૂતિઓ, સિદ્ધિઓ, ઐશ્વર્ય, સમૃદ્ધિ બધાના માટે ખુલ્લા છે. જે ઇચ્છે તે પોતાની સાધના તથા પુરુષાર્થના બળે પોતાની પાત્રતા સાબિત કરીને મેળવીશ કે છે. ઈશ્વરનો પ્રસાદ તથા પુરસ્કાર દરેક જણ પ્રાપ્ત કરી શકે છે. તેના ન્યાય વિધાનમાં કોઈના પ્રત્યે અન્યાય કે ૫ક્ષપાત હોતો નથી.
(જીવનની શ્રેષ્ઠતા અને તેનો સદુ૫યોગ, પેજ-૩૦,૩૩)
પ્રતિભાવો