માણસના જીવનમાં સ્વર્ગનું અવતરણ કઈ રીતે થઈ શકે ? SJ-28. માનવ જીવનનો ઉત્કર્ષ, સમસ્યા-૭
March 21, 2014 Leave a comment
સમસ્યા : માણસના જીવનમાં સ્વર્ગનું અવતરણ કઈ રીતે થઈ શકે ?
સમાધાન :
સ્વર્ગનો અર્થ છે – શુદ્ધ, ગુણગ્રાહી અને હકારાત્મક દૃષ્ટિકોણ. જો દૃષ્ટિકોણ શુદ્ધ હોય તો કોઈ ૫ણ માણસ અભાવ ગ્રસ્ત અને ગરીબ ના રહે કારણ કે મનુષ્યનું જીવન પોતે જ એટલું પૂર્ણ છે કે તે સંસારની બીજી કોઈ ૫ણ સં૫ત્તિ કરતા વધારે મૂલ્યવાન છે. જીવન નિર્વાહનાં સાધનો મોટા ભાગે દરેકને મળતા હોય છે. તૃષ્ણાઓની તુલનામાં જે કાંઈ મળ્યું છે તેને ઓછું માનવાના લીધે જ અભાવ જણાય છે. અભાવ, મુશ્કેલીઓ તથા વિરોધીઓનું લિસ્ટ ફાડીને ફેંકી દેવામાં આવે અને એની જગ્યાએ સહયોગીઓ તથા પ્રાપ્તિઓની યાદી બનાવવામાં આવે તો સમજાશે કે કાયાકલ્પ જેવા સ્થિતિ પેદા થઈ ગઈ.
દરિદ્રતા જતી રહી અને એના બદલે વૈભવ આવી ગયો છે. બીજાઓમાં દોષો શોધવાની કુટેવ છોડીને એના બદલે ગુણગ્રાહકતા અ૫નાવવામાં આવે તો જણાશે કે આ સંસાર નંદનવન જેવો છે. આવા હકારાત્મક દૃષ્ટિકોણનું નામ જ સ્વર્ગ છે. તે અ૫નાવવાની સદભાવના તથા સત્પ્રવૃત્તિઓ વધે છે તથા માણસ હરઘડી પ્રસન્ન રહી શકે છે.
(ઈશ્વર સાથે ભાગીદારી દરેક દૃષ્ટિ નફાનો સોદો, પેજ-૫૪,૫૫)
પ્રતિભાવો