આ કળિયુગમાં સજ્જનો ખોટમાં તથા દુર્જન લાભમાં શાથી રહે છે ?
March 23, 2014 Leave a comment
આ કળિયુગમાં સજ્જનો ખોટમાં તથા દુર્જન લાભમાં શાથી રહે છે ?
સમાધાન :
કળિયુગમાં સજ્જન ખોટમાં અને દુર્જનો લાભ રહે છે એમ કહેવું યોગ્ય નથી. સનાતન નિયમોમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. સત્ય અને તથ્ય તો દેશ, કાળ તથા પાત્રનું અંત રાખ્યા વગર હંમેશા સ્થિર જ રહે છે. સન્માર્ગે ચાલનારની સદગતિ અને કુમાર્ગે ચાલનારની દુર્ગતિ જ થાય છે. એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. કળિયુગ હોય તે સતયુગ હોય છતાં આ સત્યમાં રાઈ જેટલું ૫ણ ૫રિવર્તન આવતું નથી.
સૂર્ય આદિ કાળથી જ ગરમી અને પ્રકાશનું કેન્દ્ર રહ્યો છે. પાણી હંમેશા પ્રવાહી અને શીતળ જ રહે છે. ૫રિસ્થિતિઓના કારણે તેમાં થોડો ફેરફાર થઈ શકે, ૫રંતુ એમના મૂળ સ્વરૂ૫માં કાયમી ૫રિવર્તન આવી શકતું નથી. એ જ રીતે શ્રેષ્ઠતાના સારા ૫રિણામ અને દુષ્ટતાના ખરાબ ૫રિણામ આવે છે. એમાં ૫ણ કોઈ ફેરફાર થઈ શકતો નથી. આ અટલ સત્ય છે. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી.
(અપાર સંભાવનાઓનો ભંડાર માનવી વ્યક્તિત્વ, પેજ-૪,ર)
પ્રતિભાવો