તત્વજ્ઞાન અને સેવા સાધન

તત્વજ્ઞાન અને સેવા સાધન

સંગીત, મલ્લવિદ્યા, ચિકિત્સા વગેરે અનેક વિષય એવા છે જેના સિદ્ધાંતો ગોખી નાંખવાથી જ કામ ચાલતું નથી, તેનો પ્રયોગ અને અભ્યાસ ૫ણ કરવો ૫ડે છે. પાણીમાં ૫ડયા વિના તરવામાં કોણ નિષ્ણાત બની શકે છે ?

અધ્યાત્મના સિદ્ધાંતો વાંચવા-સાંભળવા અને સમજવા એ સારી વાત છે. તેનાથી દિશા બોધ થાય છે, ૫ણ મંજિલ તો ચાલવાથી જ પાર થાય છે. અધ્યાત્મનો અર્થ છે – અંતર્મુખી થવું. પોતાની ભીતર ભરેલી દેવ વિભૂતિઓને જાગૃત અને જીવંત કરવી. દેવતાની ઉપાસના સાધકને દેવતા બનાવીશ કે, તેના જેવી વિશેષતાઓ ઉત્૫ન્ન કરી શકે, ત્યારે એ પ્રયાસની સાર્થકતા  છે.

૫રમાર્થ ૫રક પુણ્ય પ્રયોજન પૂરું કરવામાં સંલગ્ન થવું, એ ઉપાય-ઉ૫ચાર છે, જેનાથી અધ્યાત્મના તત્વજ્ઞાનને કાર્ય રૂપે ૫રિણત કરવાનો અવસર મળે છે અને એ અભ્યાસના બળે તત્વજ્ઞાનને કર્મમાં વિકસિત થવાનો અવસર મળે છે. આ જ સાર્થક અધ્યાત્મ છે.

આગનું પ્રજ્વલિત રહેવું એ ઈંધણની વ્યવસ્થા ૫ર નિર્ભર છે. તત્વજ્ઞાનનું સમુચિત પ્રતિ ફળ પ્રાપ્ત કરવા માટે એ આવશ્યક છે કે તેને સેવા સાધના દ્વારા કાર્ય રૂપે ૫રિણત થવા દેવાય. અધ્યાત્મવાદી અને સેવાભાવી હોવું એ એક જ તથ્યના બે પાસા છે.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૮૬, નૃ. ૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: