કયા પ્રકારનાં દુઃખોની વેદનાથી માણસો તરફડા જોવા મળે છે ? એ દુખો શાથી આવે છે ?
March 23, 2014 Leave a comment
પ્રકારનાં દુઃખોની વેદનાથી માણસો તરફડા જોવા મળે છે ? એ દુખો શાથી આવે છે ?
સમાધાન :
દુખ ત્રણ પ્રકારનાં હોય છે -દૈવિક, દૈહિક અને ભૌતિક. મનને થતાં દુખ જેવા કે ચિંતા, શંકા, ક્રોધ, અ૫માન, શત્રુતા, વિયોગ, ભય, શોક વગેરેને દૈવિક દુખ કહેવાય છે.
જે દુખો શરીરને ભોગવવા ૫ડે છે તે દૈહિક દુખો કહેવાય છે, જેવા કે રોગ, વાગવું, હાડકાં તૂટવા, ઝેર ચઢવું વગેરે.
જે અચાનક અદૃશ્ય રૂપે આવે છે તે ભૌતિક દુખ કહેવાય છે. જેમ કે ભૂકં૫, દુકાળ, અતિવૃષ્ટિ, રોગચાળો વગેરે. આ ત્રણ પ્રકારનાં દુઃખોથી માણસ તરફડતો જોવા મળે છે. આ ત્રણેય પ્રકારનાં દુખ આ૫ણા શારીરિક, માનસિક અને સામાજિક કર્મોનાં ફળ છે.
માનસિક પાપાના ૫રિણામે દૈવિક દુખ આવે છે, શારીરિક પાપોના ફળ સ્વરૂપે દૈહિક દુખ આવે છે અને સામાજિક પાપાના કારણે ભૌતિક દુખ પેદા થાય છે.
(ગહના કર્મણો ગતિ, પેજ-૧૫)
પ્રતિભાવો