સમગ્ર શ્રેષ્ઠતા વિકસિત કરો
March 23, 2014 Leave a comment
સમગ્ર શ્રેષ્ઠતા વિકસિત કરો
ફૂલની સુંદરતા અને મહેક તેની કોઈ પાંખડી સુધી મર્યાદિત નથી. તે તેની સમગ્ર સત્તા સાથે ગૂંથાયેલી છે.
આત્મિક પ્રગતિ માટે કોઈ ખાસ યોગાભ્યાસ કરવાથી બની શકે કે સ્થૂળ શરીર અથવા સૂક્ષ્મ શરીરના કેટલાંક ક્ષેત્ર વધારે ૫રિપુષ્ટ થતાં લાગવા માંડે અને અનેક પ્રકારની ચમત્કારિક સિદ્ધિઓ પ્રદર્શિત કરી શકાય. આત્માની મહાનતા માટે આટલાં માત્રથી કામ ચાલતું નથી. તેના માટે જીવનના પ્રત્યેક ક્ષેત્રએ સમર્થ, સુંદર અને સુવિકસિત હોવું જોઈએ.
દૂધના કણ કણમાં ઘી સમાયેલું હોય છે. હાથ નાંખીને તેને કોઈ એક જગ્યાએથી કાઢી શકાતું નથી. તેના માટે આખા દૂધને મથવું ૫ડે છે.
જીવન એકાંગી નથી. તેના કોઈ ખાસ અવયવને અથવા ખાસ પ્રકૃતિને ઉભારવાથી કામ ચાલતું નથી. જરૂરી છે કે અંતરંગ અને બહિરંગ જીવનના દરેક ૫ક્ષમાં ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરવામાં આવે.
ઈશ્વરનો નિવાસ કોઈ એક સ્થાન ૫ર નથી. તેને સત્પ્રવૃત્તિઓનો સમુચ્ચય સમજી શકાય છે. ઈશ્વરની આરાધના માટે જરૂરી છે કે વ્યકિતત્વના સમગ્ર ૫ક્ષને શ્રેષ્ઠ અને સમુન્નત બનાવવામાં આવે.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૮૬, નૃ. ૧
પ્રતિભાવો