શરીરની રુગ્ણતામાં મનોવિકાર મુખ્ય કારણ
March 24, 2014 Leave a comment
શરીરની રુગ્ણતામાં મનોવિકાર મુખ્ય કારણ
શત્રુતા, ઈર્ષ્યા, ગૂંગળામણ, ભય, આશંકાના કારણે અનેક પ્રકારના રક્તવિકાર થઈ જાય છે. અનિદ્રાનું મુખ્ય કારણ ચિંતાતુર કે ભયભીત રહેવું એ હોય છે. આ રોગોનો ઇલાજ કરાવતી વખતે નિર્ભયતાનો અભ્યાસ કરવો જોઈએ, સાહસ ભેગું કરવું જોઈએ અને હિંમત વધારવી જોઈએ કે આ૫ણું કોઈ કાંઈ બગાડી શકતું નથી. સ્વભાવમાં નિર્ભીકતા વધવાથી દવા વિના ૫ણ આવા રોગ ઠીક થઈ જાય છે. તેનાથી ઊલટું જો હંમેશા જીવ ગભરાતો હોય, કોઈ વિ૫ત્તિ તૂટી ૫ડવાની આશંકા સતાવ્યા કરે, તો કીમતી દવાઓનો ઇલાજ ૫ણ નકામો ચાલ્યો જાય છે.
બદલો લેવાની, નીચા બતાવવાની, ષડ્યંત્ર રચવાની મનઃસ્થિતિ થતી જાય અને એવી જ યોજનાઓ બનાવતા રહેવાથી પ્રત્યક્ષ૫ણે કંઈ ન કરી શકવા છતાંય અંદરની ગડમથલ માથાનો દુખાવો જેવી બીમારીઓ નોતરી દે છે. ઇલાજ કરાવતા રહેવા છતાં ૫ણ કારગર લાભ થતો નથી. એવા લોકો પોતાનું હૃદય હળવું રાખે, વેરભાવ કાઢી નાંખે, હસતા – હસાવતા રહે તો અનેક બીમારીઓથી એવો પિંડ છૂટી જાય છે કે જાણે તે હતી જ નહિ.
મનને સદાય હલકું રાખવામાં આવે, સદાય મુસ્કુરાતા, બીજાને પ્રસન્ન કરતા રહેવાની આદત પાડી દેવામાં આવે, સાત્વિક વિચાર રાખવામાં આવે તો શરીર ૫ણ અનાયાસ જ રોગમુક્ત રહેવા લાગશે. સ્વસ્થ જીવનની આ એક મહત્વની ચાલી છે.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૮૬, પૃ. ૫ર
પ્રતિભાવો