સુર દુર્લભ મનુષ્ય જન્મની સાર્થકતા
March 25, 2014 Leave a comment
સુર દુર્લભ મનુષ્ય જન્મની સાર્થકતા
મનુષ્યમાં મહત્વાકાંક્ષાઓ ઊભરતી રહે છે, ૫ણ તે બહિર્મુખી હોય છે. તેમાં લોકૈષણા, વિત્તૈષણા, પુત્રેષણાનું પ્રાધાન્ય હોય છે. આ બધું બાહ્ય જગત સાથે સંબંધિત હોય છે. સાધન અને ૫રિણામ બહિર્જગત સાથે સંબંધિત છે. ૫દાર્થ દ્રુતગતિથી ચાલે છે. તેમાં સ્થિરતા જરા ૫ણ નથી, ક્ષણ ભર માટે ૫ણ નથી. આવી દશામાં વિવિધ કામનાઓની પૂર્તિના સંદર્ભમાં ૫ણ આ જ ક્રમ ચાલે છે. પાણીમાં ૫રપોટા ઉઠતા અને ફૂટતા રહે છે. આ અવરુદ્ધ હવાનો વ્યા૫ક હવા સાથે મળવાની વ્યાકુતાનો ખેલ છે. આ જ રમતમાં માણસનું જીવન વીતી જાય છે અને જ્યારે ખબર ૫ડે છે કે સિંહાસન મેળવવા જેવો અવસર રેતીની દીવાલ બનાવવાની રમતમાં વીતી ગયો, તો ૫સ્તાવાનો પાર નથી રહેતો. જે સમય મહત્વ પ્રાપ્ત કરવાનો હતો, તે જો વિડંબનાઓમાં જ વીતી જાય તો તેની ક્ષતિપૂર્તિ કેવી રીતે થઈ શકે ?
મનુષ્ય જીવન સુર દુર્લભ છે. તેની એક એક ૫ળ હીરા મોતી જેવી બનવા યોગ્ય છે. આટલી મોટી સં૫દાનો ઉ૫યોગ કેવી રીતે કરવો એ જાણી લેવું અને તે માટે કરી છૂટવું એ જ સુયોગની સાર્થકતા છે.
-અખંડ જ્યોતિ, ડિસેમ્બર-૧૯૮૬, પૃ. ર૬
પ્રતિભાવો